- વિરોટ કોહલીના સુકાનીપદમાં ભારતે ઇતિહાસ રચ્યો
- આ જીત પર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ અભિનંદન પાઠવ્યા
- ભારતની આ જીતથી હું આશ્ચર્યચકિત નથી: સૌરવ ગાંગુલી
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાને પરાસ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે શ્રેણીમાં પણ 1-0ની સરસાઇ મેળવી લીધી છે. આ પહેલા એશિયાની કોઇપણ ટીમ સેન્ચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવી શકી ન હતી. જો કે વિરાટ કોહલીના સુકાનીપદમાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. ભારતની જીત પર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ ટ્વિટ કરી હતી.
સૌરવ ગાંગુલીએ ભારતની જીત પર ટ્વિટ કરી હતી કે, તે આ જીતથી આશ્ચર્યચકિત નથી. ટીમ ઇન્ડિયા માટે શાનદાર જીત. પરિણામથી જરાય આશ્ચર્ય થયું નથી. આ સીરિઝને હરાવવા માટે મુશ્કેલ ટીમ હશે. નવા વર્ષની મજા માણો.
Great victory for Team India ..not surprised by the result at all…will be a hard team to beat this series..South africa will have to play out of their skins to do that ..enjoy the new year @bcci
— Sourav Ganguly (@SGanguly99) December 30, 2021
અગાઉ સૌરવ ગાંગુલી પણ કોવિડથી સંક્રમિત થયા હતા. તેમની કોલકાતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગાંગુલીનો RT-PCR ટેસ્ટ કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તેમને સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે તેમને રજા આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ટીમ ઇન્ડિયા 40મો ટેસ્ટ જીતી છે. કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં જીતની બાબતમાં કોહલી હવે માત્ર ગ્રીમ સ્મિથ (53), રિકી પોન્ટિંગ (48) અને સ્ટીવ વો (41)થી પાછળ છે. બંને દેશો વચ્ચે આગામી મેચ 3 જાન્યુઆરીથી રમાશે.