- ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીએ બોલર અક્ષર પટેલના કર્યા વખાણ
- વિરાટ કોહલીએ ગુજરાતીમાં બોલીને બોલર અક્ષર પટેલના કર્યા વખાણ
- આ ગુજરાતીમાં વખાણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય સ્ટાર સ્પિનર અક્ષર પટેલે માત્ર 2 દિવસમાં ખતમ થયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં 70 રન આપીને 11 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અક્ષરની આ સિદ્વિ બદલ સમગ્ર વિશ્વના ચાહકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. આ જ કડીમાં ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીએ પણ ગુજરાતીમાં તેને શુભકામનાઓ આપી હતી પરંતુ પંજાબી વિરાટ કોહલીએ ગુજરાતમાં અલગ જ અંદાજમાં શુભકામનાઓ આપી હતી જેને સાંભળીને હાર્દિક પંડ્યા તેમજ અક્ષર પટેલ લોટપોટ થઇ ગયા હતા.
વીડિયોમાં જોઇ શકાય છે કે વિરાટ કોહલીએ અક્ષર પટેલના વખાણ કરતાં ગુજરાતીમાં કહ્યું કે, “એ બાપુ તારી બોલિંગ કમાલ છેય” કોહલી પાસેથી ગુજરાતી સાંભળી હાર્દિંક પંડ્યા અને અક્ષર પટેલ બંને પોતાનું હસવાનું રોકી શક્યા ના હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ વીડિયો
DO NOT MISS: @hardikpandya7 interviews man of the moment @akshar2026.
– By @RajalArora P.S.: #TeamIndia skipper @imVkohli makes a special appearance
@Paytm #INDvENG #PinkBallTest Watch the full interview
https://t.co/kytMdM4JzN pic.twitter.com/QLJWMkCNM5 — BCCI (@BCCI) February 26, 2021
પહેલી ઇનિંગમાં 6 વિકેટ ઝડપનારો અક્ષર પટેલ બીજી ઇનિંગમાં પણ હીરો સાબિત થયો. તેણે બીજી ઇનિંગમાં પણ શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. લેફ્ટ આર્મ સ્પિનરે ચેન્નાઇમાં બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. મેચ જીત્યા બાદ અક્ષર પટેલે હાર્દિક પંડ્યા સાથે વાત કરી હતી. પરંતુ આ બંને વાતચીત કરતા હતા ત્યારે વિરાટ કોહલી આવ્યો અને તેણે માઇક હાથમાં લઇને ગુજરાતી ભાષામાં અક્ષર પટેલના વખાણ કર્યા હતા.
અક્ષર પટેલના નામે હવે પોતાની પહેલી બે ટેસ્ટ મેચોમાં ત્રણ વાર પાંચ વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 27 વર્ષીય આ ખેલાડીની વિરાટ કોહલીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં ખૂબ વખાણ કર્યા.
(સંકેત)