- દેશને મળી બીજી એક કોરોનાની વેક્સિન
- સ્પુતનિક વીના બે ડોઝ 21 દિવસની અંદર અપાશે
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશમાં બીજી એક રશિયાની સ્પુતનિક વી વેક્સિનને પમ ઈમરજન્સીના ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે,સમગ્ર દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન ખૂબ મોટા પાયે શરુ કરવામાં આવી ચૂક્યું છે.
નેશનલ રેગ્યુલેટર એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્રારા સ્પુતનિક વી પહેલા કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને પણ મંજૂરી આપવામાં આવી હતી.જે આપણા દેશના રસીકરણના અભિયાનનો ભાગ બની છે.
ત્યારે ગઈ કાલે સોમવારના રોજ રશિયાની વેક્સિનને મંજૂરી મળવી તે કોરોનાની કથળેલી સ્થિતિમાં એક રાહતના સમાચાર જછે, રશિયાની સ્પુતનિક વી વેક્સિનને માઇનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્ટોર કરવામાં આવે છે, જ્યારે તે વેક્સિનના ડ્રાય સ્વરૂપને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ ઉપર સ્ટોર કરવામાં આવે છે. જેના માટે કોલ્ડ ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરાવી અનિવાર્યતા નહી રહે,
આરડીઆઈએફના જણાવ્યા પ્રમાણે સ્પુતનિક વી વેક્સિનને 55 જેટલા દેશોમાં 150 કરોડથી વધુ લોકોને આપવામાં આવી ચૂકી છે, આ વેક્સિનની જો કિંમતની વાત કરીએ તો એક ડોઝના 10 ડોલર રાખવામાં આવી છે.ભારતમાં આ વેક્સિન જનતાને કેટલા રુપિયામાં ઉપલબ્ધ થશે તે વાતની હજી સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર પાડવામાં આવી નથી.
રશિયાની વેક્સિન પણ 18 વર્ષથી ઉપકરની વયના લોકોને આપવામાં આવશે, જેના બન્ને ડોઝ માત્ર 21 દિવસના સમયગાળાની અંદર જ આપવાના રહેશે, જ્યારે હાલની જે વેક્સિન આપવામાં આવી રહી છે તેમાં વેક્સિન આપવાની સમય. મર્યાદા 28 દિવસની જોવા મળે છે.આ વેક્સિન કોરોના સામે રક્ષણ આપશે.ઉલ્લેખનીય છે કે,વેક્સિનના ત્રીજા તબક્કાના પરિક્ષણના પરિણામોમાં તે 91.6 ટકા અસરકારક હોવાની વાત સામે આવી હતી.
સાહિન-