દિલ્હીઃ- ગઈકાલે એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. બીસીસીઆઈએ વિતેલી રાત્રે ટીમની પસંદગી અંગે માહિતી શેર કરી હતી.આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ શુક્રવારે 7મી જુલાઈએ ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો. તે T20 ફોર્મેટમાં 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રમાશે.
જાણકારી પ્રમાણે આ મહત્વની ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ટીમની કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડને શીરે ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકો કરનાર રિંકુ સિંહને પણ ટીમમાં તક આપવામાં આવી છે. તો બીજી તરફ યશસ્વી જયસ્વાલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીતેશ શર્મા વિકેટકીપર તરીકે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકો કરનાર ઋતુરાજ ગાયકવાડને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.
આ સાથે જ ફ્રેન્ચાઈઝી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવવા માટે સતત 5 સિક્સર ફટકારીને ઈતિહાસ રચનાર રિંકુ સિંહને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. વિસ્ફોટક વિકેટકીપર જીતેશ શર્મા પણ આ ટીમનો એક ભાગ છે. ઓલરાઉન્ડર શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરથી સજ્જ મજબૂત ટીમની પસંદગી કરવામાં આવી છે.
આ ટુર્નામેન્ટમાં ભારતની બેન્ચ સ્ટ્રેન્થથી તૈયાર ટીમ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે એશિયન ગેમ્સની નજીક ભારતમાં ICC ODI વર્લ્ડ કપ યોજાવાનો છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓએ આમાં ભાગ લેવાનો છે. આવી સ્થિતિમાં પસંદગીકારોએ સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને એશિયન ગેમ્સમાં મોકલવાનો નિર્ણય લીધો છે.