- શ્રીલંકામાં ઈમરજન્સી લાગૂટ
- પ્રદર્શનાકારીઓ એ પીએમ હાઉસ પર કર્યો કબ્જો
દિલ્હીઃ- શ્રીલંકાના વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા છે. ત્યાર બાદ શ્રીલંકાના લોકોનો ગુસ્સો વધુ બહાર આવી રહ્યો છે. રાજધાની કોલંબોની શેરીઓમાં પ્રદર્શનાકારીઓ એ હંગામો મચાવ્યો છે,ભારેતોડ ફોડ કરીને ગુસ્સાને બહાર લાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત પ્રદર્શનકારોનો ઉગ્ર વિરોધને જોઈને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ઈમરજન્સી જાહેર કરી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનાકરીઓ પીએમ હાઉસ અને નેશનલ ટીવી ‘રૂપવાહિની’ના સ્ટુડિયો પર કબજો કર્યો હતો. જ્યારે હજારો લોકો સંસદ ભવન વિરોધ કરતા કરતા આગળ વધી રહ્યા છે. નેશનલ ટીવી પર કાર્યભાર સંભાળ્યા બાદ ચેનલ બંધ થઈ ગઈ હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણો સર્જાય હતી. બંને જેમાં જેમાં 12 લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા પણ પ્રમુખ પદેથી રાજીનામું આપવાના હતા. રાષ્ટ્રપતિના દેશ છોડવાના સમાચારથી વિરોધીઓ ફરી ભડક્યા છે. હજારો વિરોધીઓ સંસદ અને વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા છે. સેના અને વિરોધીઓ આમને-સામને આવી ચૂકી છે.
વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, પ્રદર્શનકારીઓએ આ મામલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની માંગ પણ કરી છે. પ્રદર્શનકારીઓ પર હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમને કાબૂમાં લેવા માટે એરિયલ ફાયરિંગ કરવું પડ્યું હતું.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેખાવકારોએ શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલય પર કબજો જમાવી લીધો છે. દેખાવકારો પરિસરમાં ઘૂસી ગયા છે અને ઓફિસની ઉપર શ્રીલંકાનો ધ્વજ ફરકાવ્યો છે.પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે, પોલીસે સમગ્ર પશ્ચિમ પ્રાંતમાં અનિશ્ચિત કર્ફ્યુ લાદી દીધો છે, જેમાં કોલંબોનો સમાવેશ થાય છે.”