Site icon Revoi.in

શ્રીલંકા આર્થિક સમસ્યામાંથી બે વર્ષ સુધી બહાર આવે તેવી શકયતાઓ ઓછીઃ નાણામંત્રી

Social Share

નવી દિલ્હી : ભારતના પડોશી દેશ શ્રીલંકા છેલ્લા કેટલાક દિવસોથી આર્થિક સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન રોકટની અછતની ચેતવણી ઉચ્ચારતા શ્રીલંકાના નાણામંત્રીએ કહ્યું હતું કે, આગામી બે વર્ષ સુધી આર્થિક સંકટ દૂર થવાની શક્યતાનો નહીંવત છે. શ્રીલંકામાં હાલ ખાધ્યચીજવસ્તુઓની સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ઉભી થઈ છે. લોકો ઈંઘણ તથા જીવન જરૂરી વસ્તુઓની ખરીદી માટે લાંબી લાઈનો લગાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકાને 1948 આઝાદી મળી હતી. આઝાદી બાદ પ્રથમવાર સૌથી ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. બીજી તરફ સ્થાનિકો રાષ્ટ્રપતિ સહિતના નેતાઓના રાજીનામાની માંગણી સાથે દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન નાણાપ્રધાન અલ સાબરીએ કહ્યું હતું કે, લોકોને સાચી વાતની જાણ હોવી જોઈએ. અમે બે વર્ષ સુધી આ આર્થિક સંકટ દૂર નહીં કરી શકીએ, પણ અમે આજે જે પગલાં લઈ રહ્યાં છીએ એ નક્કી કરશે કે સમસ્‍યા કેટલી લાંબી ખેંચાશે. દેશની પાસે હવે ફોરેન એક્‍સચેન્‍જનું રિઝર્વ 50 મિલિયન ડોલરથી પણ ઓછું બચ્‍યું છે. શ્રીલંકા આયાત પર નભતું અર્થતંત્ર છે અને જીવનજરૂરી ચીજવસ્‍તુઓ માટે નાણાં હોવાં જરૂરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકા પાસે અત્યારે 1.7 અબજ ડોલર ફોરેન કરન્સીનો ભંડાર છે પરંતુ તેમાં મોટાબાગની ચાઈનીઝ કરન્સી છે. જેનો ઉપયોગ અન્ય દેશ પાસે કરી શકાય તેમ નથી. શ્રીલંકા સરકાર અમેરિકા સહિતના દેશો પાસેથી મદદની આશા રાખી રહી છે. કોરોનાને કારણે પ્રવાસનને અસર થતા શ્રીલંકાની આર્થિક સ્થિતિ વધારે કથળી હતી. દરમિયાન શ્રીલંકાની મદદે ભારત આવ્યું છે. પડોસી પહેલો એમ માનતુ ભારત શ્રીલંકાને જરૂરી મદદ પુરી પાડી રહ્યું છે.