નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં હાલના દિવસોમાં આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. તેમજ મોંધવારી પણ તોતીંગ વધી છે. શ્રીલંકાની આર્થિક વ્યવસ્થા ઉપર યુક્રેન-રશિયા યુદ્ધને કારણે પણ અસર પડી છે. યુદ્ધને પગલે રશિયન પ્રવાસી હાલ શ્રીલંકા આવવાનું ટાળી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એક રિપોર્ટ પ્રમાણે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે ક્રુડ તેલની કિંમતોમાં વધારો થયો છે. જેની અસર આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકા ઉપર પડી રહી છે. જેથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની સરકારે આઈએમએફ પાસે મદદ માગી છે. એટલું જ નહીં શ્રીલંકામાં સૌથી વધારે પ્રવાસન ક્ષેત્ર મારફતે આવક થાય છે. શ્રીલંકામાં સૌથી વધારે પ્રવાસીઓ યુરોપ, રશિયા અને ભારતમાંથી સૌથી વધારે પ્રવાસીઓ આવે છે. જો કે, યુદ્ધને પગલે યુરોપ અને રશિયાના પ્રવાસીઓ ઘટ્યાં છે. સરકારો આંકડા અનુસાર શ્રીલંકાની જીડીપીમાં આ ક્ષેત્રનું યોગદાન 10 ટકાથી વધારે છે.
શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે આઈએમએફ કેટલાક પગલા ઉપર વિચારી રહ્યું છે. રિપોર્ટ અનુસાર શ્રીલંકાના ઉપયુક્ત સહાયતા પેકેજ આપવા માટે વાતચીત એપ્રિલમાં શરૂ થાય તેવી શકયતા છે.દરમિયાન નાણા મંત્રી બાસિલ રાજપક્ષે આ મુદ્દે વોશિંગટનની યાત્રા કરશે. બાસિલ રાષ્ટ્રપતિ રાજપત્રેના ભાઈ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલુ શ્રીલંકા નાદારી નોંધાવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર શ્રીલંકા ઉપર 3.9 અરબ ડોલર જેટલું દેવુ છે. જ્યારે તેની પાસે કુલ 2 અરબ ડોલરનું વિદેશી મુદ્રા ભડાર છે. આથી 1 અરબ ડોલર મૂલ્યનું સોવરેન બ્રાન્ડ છે જેની મેચ્યુરિટી જુલાઈમાં થશે.