ICC નો મહત્વનો નિર્ણય, અંડર-19 વર્લ્ડ કપની યજમાની શ્રીલંકા પાસેથી પાછી ખેંચી દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી
દિલ્હી – શ્રીલંકા છેલ્લા ઘણા સમયથી અંદર 19 વર્લ્ડ કપ ને લઈને વિવાદમાં હતું ત્યારે હવે ત્યારે હવે ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સ ની જો માનવામાં આવે તો હવે શ્રીલંકા પાસેથી આગામી અંડર-10 વર્લ્ડ કપની યજમાની પાછી ખેંચી લેવામાં આવી છે.શ્રીલંકન ક્રિકેટમાં વહીવટી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ICC બોર્ડે આ નિર્ણય લીધો છે. અમદાવાદમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે વિતેલી 10 નવેમ્બરે ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે અંડર-19 વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી છે. શ્રીલંકન ક્રિકેટમાં વહીવટી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ICC બોર્ડે આ ખાસ નિર્ણય જાહેર કર્યો છે.
અનેક શ્રેષ્ઠ કારણોને ધ્યાનમાં લઈને ICCએ એક આફ્રિકન દેશ પસંદ કર્યો. શ્રીલંકા પહેલા ઝિમ્બાબ્વે પર પણ પ્રતિબંધ હતો 2019 માં સરકારની દખલગીરીને કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કર્યા પછી છેલ્લા ચાર વર્ષમાં ICC દ્વારા સસ્પેન્ડ કરાયેલ SLC એ બીજો સંપૂર્ણ સભ્ય છે. જોકે, ઝિમ્બાબ્વેમાં તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ અચાનક બંધ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઘણી વિચાર-વિમર્શ બાદ આઈસીસીએ શ્રીલંકન ક્રિકેટને સસ્પેન્ડ કરવાના નિર્ણયને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. બોર્ડે કહ્યું કે શ્રીલંકાની ટીમને સામેલ કરતું ક્રિકેટ અવિરત ચાલુ રહેશે, પરંતુ સસ્પેન્શન પાછું ખેંચવામાં આવશે નહીં.
આ સાથે જ અંદર 19 ની મેચની તારીખોમાં કોઈ ફેરફાર કરાયો નથી અંડર-19 વર્લ્ડ કપ 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન શ્રીલંકામાં યોજાવાનો હતો. ICCએ દક્ષિણ આફ્રિકાને હોસ્ટિંગ અધિકારો સોંપી દેવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન SA T20 ટૂર્નામેન્ટનું પણ આયોજન થવાનું છે.
દક્ષિણ આફ્રિકાને યજમાની સિપ્ટ પેહલા ઓમાન અને યુએઈના નામ પર વિચારણા કરવામાં આવી હતી આઈસીસીએ નવા યજમાન માટે ઓમાન અને યુએઈને પણ ધ્યાનમાં લીધા હતા, પરંતુ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે દક્ષિણ આફ્રિકાને હોસ્ટિંગ અધિકારો આપ્યા હતા.