આટલા વર્ષો બાદ શ્રીલંકા એશિયા કપ જીત્યું
મુંબઈ:શ્રીલંકાની ટીમે 2014 બાદ પ્રથમ વખત આ મેગા ટૂર્નામેન્ટની ચેમ્પિયન બની છે. શ્રીલંકાનું આ છઠ્ઠું ટાઈટલ જીત્યું છે. આ અગાઉ 2014, 2008, 2004, 1997, 1986માં આ ખિતાબ જીત્યો હતો.આઠ વર્ષ બાદ લંકા અશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું.
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022નો ફાઈનલ મુકાબલો દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે શ્રીલંકા પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 170 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વાનિન્દુ હસરંગા અને પ્રમોદ મધુસુદને શાનદાર બોલિંગ કરી હતી. હસરંગા ત્રણ વિકેટ અને પ્રમોદ મધુસુદ 4 બેટ્સમેનોને આઉટ કરીને બંને બોલરોએ કુલ 7 વિકેટ ખેરવીની પાકિસ્તાન ટીમની કમર તોડી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી. 58 રનમાં જ 5 વિકેટ પડી ગઈ હતી જે બાદ ભાનુકા રાજપક્ષે ટીમની બાજી સંભાળી લીધી અને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. વાનિન્દુ હસરંગા અને ભાનુકા રાજપક્ષેએ મહત્વની 50થી વધુ રનની ભાગીદારી કરી હતી અને ટીમનો સ્કોર 170એ પહોંચાડી દીધો હતો. શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષાએ શાનદાર 45 બોલમાં 71 રન કર્યા હતા જ્યારે વાનિન્દુ હસરંગાએ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા.