Site icon Revoi.in

MV X-Press પર્લ કન્ટેનર જહાજ દૂર્ઘટનાની ફરી તપાસનો શ્રીલંકા સરકારનો નિર્ણય

Social Share

બેંગ્લોરઃ શ્રીલંકાની સરકારે 2021 એક્સ-પ્રેસ પર્લ જહાજ દુર્ઘટનાની નવેસરથી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશમંત્રી વિજીથા હેરાથે એક મીડિયા જૂથને જણાવ્યું હતું કે  આ દુર્ઘટનામાં ભૂતકાળની સરકારની નિષ્ક્રિયતાની સમીક્ષા કરાશે. અગાઉનાસત્તાવાળાઓએ જાહેર  સુરક્ષા અને પર્યાવરણનેથયેલા નુકસાનના વળતર પરત્વે નિષ્ક્રિયતા દાખવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વર્ષ 2021મા સિંગાપોરના MV X-Press પર્લ કન્ટેનર જહાજમાં શ્રીલંકાનાદરિયાકાંઠે આગ લાગી હતી અને જોખમી રસાયણો અને પ્લાસ્ટિક ગોળીઓથી સ્થાનિકદરિયાકિનારો પ્રદૂષિત થયો હતો.. આ દુર્ઘટના બાદ શ્રીલંકાને બીચ સફાઈ અને કાટમાળહટાવવાના ખર્ચ પેટે 810 હજાર ડોલર મળવાપાત્ર છે, ત્યારે પર્યાવરણને થતા નુકસાન અને પુનઃસંગ્રહના ખર્ચ માટેનો દાવાનો હજુઉકેલ આવ્યો નથી.. એક અહેવાલ મુજબ, જહાજ માટે વીમા કંપનીએ પહેલાથી જ શ્રીલંકાની સરકારને 7.85 મિલિયન અમેરિકન ડોલરનુ નું વળતર આપ્યું છે.