Site icon Revoi.in

દુનિયાની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં વિકસી રહ્યું છે શ્રી રામજન્મભૂમિ અયોધ્યા

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી પૂરઝડપે ચાલી રહ્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં વિકાસના અન્ય કામો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં અયોધ્યા દુનિયાની સાંસ્કૃતિ રાજધાની બને તેવી શકયતા છે. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા, સનાતન ધર્મના તીર્થસ્થળોમાંથી એક, ભારતના શાશ્વત અને ધાર્મિક વારસાના રૂપમાં સ્થાપિત થઈ રહી છે. રામનગરી માત્ર યાત્રાધામ નગરી તરીકે ખ્યાતિ પામી નથી પરંતુ હવે તેને પર્યટનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સુશોભિત કરવામાં આવી રહ્યું છે.

અયોધ્યામાં એક તરફ જ્યાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બીજી તરફ નવી અયોધ્યા વિશ્વની સાંસ્કૃતિક રાજધાની તરીકે વિકસી રહી છે.અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. દેશના અત્યાધુનિક રેલવે સ્ટેશનોમાંથી એક અયોધ્યા ધામનું રેલવે સ્ટેશન હશે.આ ઉપરાંત આગામી દિવસોમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ તૈયાર થઈ જશે. અયોધ્યાને વિશ્વના નકશા પર સ્થાપિત કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરયુ કાંઠે રામ કી પૈડીમાં દર વર્ષે ભવ્ય અને દિવ્ય દીપોત્સવનું આયોજન કરીને અયોધ્યાને વિશ્વના નકશા પર સ્થાપિત કરી રહ્યા છે.

અયોધ્યાના નયા ઘાટ ક્રોસરોડનો પણ વિકાસ કરવામાં આવ્યો છે અને તેને સ્વ.લતા મંગેશકરનું નામ આપવામાં આવ્યું છે. જ્યાં રામ નગરીમાં આવતા ભક્તો 24 કલાક લતા મંગેશકરએ ગાયેલી દ્વારા રામ ધૂન સાંભળશે. ધર્મનગરી પહોંચતાની સાથે જ લતા મંગેશકર ચોક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

બાળપણથી લઈને રાજ્યાભિષેક સુધી ભગવાન રામની મૂર્તિઓ પણ હાઈવે પર સ્થાપિત કરવામાં આવી રહી છે. અયોધ્યામાં સાંસ્કૃતિક વિવિધતા, મઠો, ગેસ્ટ હાઉસ અને સામાજિક સંસ્થાઓ પણ અસરકારક રીતે બનાવવામાં આવી રહ્યાં છે. રામનગરી અયોધ્યાને વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનાવવા માટે ભગવાન શ્રી રામની સંસ્કૃતિ સાથે સંબંધિત દેશના તમામ રાજ્યો સહિત વિશ્વના બે ડઝનથી વધુ દેશો માટે જમીન અનામત રાખવાનું આયોજન ચાલી રહ્યું છે.