ઓસ્કાર પહેલા SS રાજામૌલીની RRR ચમકી,હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં જીત્યા ત્રણ એવોર્ડ
મુંબઈ:સાઉથના પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR દરરોજ નવી સફળતા મેળવી રહી છે.ફિલ્મના ગીત નાટુ નાટુએ પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ જીતીને ઈતિહાસ રચ્યો હતો, તેથી હવે તે ઓસ્કાર 2023ની રેસમાં ચાલી રહ્યું છે.તે જ સમયે, આ બધાની વચ્ચે, RRR હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ પણ જીતી ચુકી છે.આ ફિલ્મ અલગ-અલગ કેટેગરીમાં ત્રણ એવોર્ડ જીતવામાં સફળ રહી છે.
એસએસ રાજામૌલીની ફિલ્મે દેશને ફરી ગૌરવ અપાવ્યું છે.તાજેતરમાં યોજાયેલા હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં RRR ત્રણ કેટેગરીમાં જીત્યું હતું.12 માર્ચે યોજાનારા ઓસ્કર પહેલા આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનિયર NTR અને રામ ચરણ સ્ટારર RRR એ ત્રણ એવોર્ડ પોતાના નામે કરીને મોટો વિજય મેળવ્યો છે.
RRR એ હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં શ્રેષ્ઠ એક્શન ફિલ્મ, શ્રેષ્ઠ સ્ટન્ટ્સ અને શ્રેષ્ઠ ગીત (નાટુ નાટુ) માટે એવોર્ડ જીત્યા.ફિલ્મનું સંગીત એમએમ કીરવાણીએ આપ્યું છે.SS રાજામૌલી દ્વારા નિર્દેશિત RRR માટે ઓસ્કાર 2023 પહેલા આ એક મોટી સિદ્ધિ છે.નાટુ નાટુને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.
RRR વિશે વાત કરીએ તો, તે એક પીરિયડ ડ્રામા છે જેમાં જુનિયર એનટીઆર અને રામ ચરણને આદિવાસી નેતા કોમારામ ભીમ અને ક્રાંતિકારી અલ્લુરી સીતા રામા રાજુ તરીકે દર્શાવવામાં આવ્યા છે.આલિયા ભટ્ટે આ ફિલ્મથી ટોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.આ સિવાય ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન, સમુતિરકાની, રે સ્ટીવેન્સન, મકરંદ દેશપાંડે અને ઓલિવિયા મોરિસ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.