હિંમતનગરઃ આજે સોમવારે સવારથી જ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં સાબરકાંઠાના પ્રાતિજમાં 6 ઈંચ અને હિંમતનગરમાં સાડાચાર ઈચ બપોર સુધીમાં વરસાદ પડ્યો હતો. હિંમતનગરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા છે. દરમિયાન મુસાફરો ભરેલી બસ રેલવે અંડર બ્રિજમાં ફસાઇ હતી. હિમતનગર નજીક હમીરગઢના અંડર બ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં એસટી બસ ફસાઇ હતી. અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં માત્ર બસનું ટોપ જ દેખાતું હતું. જોકે સ્થાનિક લોકોએ બસમાં રહેલા મુસાફરો, ડ્રાઇવ અને કન્ડક્ટરનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવતા તમામનો બચાવ થયો હતો.
હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લીધે હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલા અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા – હમીરગઢ રૂટની એસટી બસ હમીરગઢ પાણી ભરેલા અંડર બ્રિજમાંથી પસાર થતાં બસ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજમાં પાણી ભરાય જાય છે.
હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલા અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા – હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. પ્રવાસીઓ ભરેલી બસ રેલવે અંડર બ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઇ હતી. જે બાદ તમામ મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે બસના ડ્રાઇવરે કહ્યું કે, આગળ ટ્રેક્ટર નીકળ્યું ગયું પણ બસ ટેક્નિકલ ખામીને કારણે બંધ થઇ ગઇ હતી. બસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પણ બસ ચાલુ થઇ નહીં. અચાનક ખતરોનું પાણી ગરનાળામાં આવ્યું હતું. જેના પગલે મુસાફરોને બહાર કાઢ્યા બાદ હું અને કન્ડેક્ટર બસની ઉપર ચડી ગયા હતા. ગામના લોકોએ સીડી-દોરી નાંખી બહાર કાઢ્યા હતા.