Site icon Revoi.in

સુરેન્દ્રનગર- ચોટિલા હાઈવે પર એસટી બસે રોડસાઈડ ઉતરીને પલટી ખાધી, 20ને ઈજા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સુરેન્દ્રનગર ચોટિલા હાઈવે પર સોમાસર ગામના પાટિયા પાસે સર્જાયો હતો. રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ્સની એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પરના ખાડાંમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. જેથી બસમાં પ્રવાસ કરી રહેલા 20 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇનું મોત નથી થયું. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે,  સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર સોમાસર ગામના પાટિયા પાસે રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની એસટી બસ ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડથી નીચે ખાડામાં ખાબકીને ઊંધી વળી ગઇ હતી. આ બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી અંદાજે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

 

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એસટી બસ પલટી જતાં બસમાં સવાર પ્રવાસીઓની બુમાબુમથી  આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોના ટોળેટોળા અને 108 એમ્બ્યુલન્સ વાનના કાફલાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બે કલાકની ભારે જહેમત બાદ હાઈવે પર ટ્રાફિક પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો. હાઈવે પર સામે કોઈ વાહન આવી જતા બસના ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.

 

#SuendernagarAccident #STBusCrash #RoadSafety #BusAccident #TrafficJam #EmergencyResponse #RoadIncident #HighwaySafety #GujaratNews #AccidentReport #PublicSafety #LocalNews #RoadAccident #TrafficUpdate #EmergencyServices #AccidentInvestigation