- એસટી બસોને નાઈટ કર્ફ્યુમાંથી મુક્તિ
- રાજ્યમાં 100થી ઓછા કેસ નોંધાયા
- કોરોનાના કેસ ઘટતા છૂટછાટ મળી
અમદાવાદ : ગુજરાતમાં કોરોનના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 100થી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સરકાર પણ વ્યવસાયને લગતી રાહતો આપવાનું શરૂ કર્યું છે. આવા સમયમાં ગુજરાતમાં એસ.ટી. બસોને નાઇટ કર્ફયુમાંથી મુક્તિ આપમાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને તે તમામ સ્થળો અને પ્રવૃતિ પર પ્રતિબંધ નાખી દેવામાં આવ્યો હતો જે જગ્યાએ લોકોની ભીડ ભેગી થવાની સંભાવના હોય અને જેના કારણે કોરોનાવાયરસ વધારે ફેલાય તેવી સંભાવનાઓ હતી.
આ તમામ પ્રતિબંધોમાં એસ.ટી બસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલા 75 ટકાની કેપિસિટી સાથે દોડાવવાની ગાઈડલાઈનમાં મંજૂરી આપવામાં આવી હતી.
હવે ફરી એકવાર કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા સરકાર દ્વારા અનેક બાબતે રાહત આપવામાં આવી છે અને આગામી સમયમાં વધારે રાહત મળી શકે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.