એસટી નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું – રાજ્ય સરકારે GSRT નિગમ કર્મીઓને મળતા ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો
- એસટી નિગમના કર્મીઓે હડતાળનો અંત કર્યો
- રાજ્ય સરકારે તેમની માગણી સ્વિકારી
અમદાવાદઃ- એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર હતા વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહોતું આવતું કર્મીઓએ પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ કરી હતી ત્યારે હવે આંદોલનનો અંત આવ્યો છે.
ગુજરાતમાં એસટી નિગનમા સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે વાહનવ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી માહિતી આપી હતી કે રાજ્ય સરકારના જી.એસ.આર.ટી નિઞમ હસ્તકના કર્મચારીઓના મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા નોધપાત્ર વધારો કરાશે તેવો નિર્ણય લેવાયો છે.
તેમણે માહિતી આપી હતી કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક કર્યા પછી તમામની અનુમતીથી માંગણીઓ નો હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય ટ્રાન્સપોર્ટ મંત્રી સાથે યુનિયનના હોદ્દેદારોની બેઠક મળી હતી, જેમાં એસટી નિગમના કર્મચારીઓની પડતર માંગણીઓ ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતના 18 મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવતા તમામ મુદ્દાઓ ઉપર સુખદ નિરાકરણ આવ્યું હતું.
જાણકારી પ્રમાણે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 2 હજાર રપિયા સુધીનો વધારો કરાશે. ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ–પેની અમલ કરીને તે મુજબનું ચુકવવાનું બાકી એરીયર્સ તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં ચુકવવામાં આવશે. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ૧૧ ટકા અસર સપ્ટેમ્બર-૨૦૨૨ અને પેઈડ ઈન ઓકટોબર ૨૦૨૨માં અસર આપવામાં આવશે. જયારે બાકી ૩ ટકા મોંઘવારી ભથ્થાની અસર તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી અપાશે.
વલસાડ એસટી યુનિયનના આગેવાનોએ આગામી 22 સપ્ટેમ્બરની રાત્રિથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે કર્મચારીઓએ ખુશી જાહેર કરી છે