Site icon Revoi.in

દિવાળીના તહેવારોમાં એસ.ટી.નિગમ 2300થી વધારે બસો માર્ગો ઉપર દોડાવાશે

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તેમજ દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પસંદ કરે છે, દિવાળીના તહેવારમાં લોકોને પરિવહનની સમસ્યાનો સામનો ના કરતો પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારોમાં 2300થી વધારે બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે.જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે.

એસ. ટી. નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું છે કે, દિવાળીને લઈને એસ.ટી નિગમ વધારાની બસ દોડાવશે. જેથી મુસાફરોને હાલાકી ન પડે તે માટે વધારાની બસ દોડાવવામાં આવશે. દિવાળીના તહેવાર દરમિયાન 2300 વધારાની બસ દોડાવશે. તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે.

અમદાવાદ, સુરત તેમજ તમામ ડેપોમાંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને વધારા બસ દોડાવવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ ડેપોમાંથી પ્રવાસીઓની જરૂરિયાતપ્રમાણમાં બસો દોડવશે. દિવાળી તહેવારને લઈ પ્રવાસીઓની સુવિધા માટે એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગત વર્ષે 18935 ટ્રીપથી 8.80 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને 9.38 કરોડ આવક મેળવી હતી.