ગુજરાતમાં ધોરણ 10 નું હિન્દીનું પેપર થયું લીક,સોશિયલ મીડિયાના આ પેજ પરથી ફોટા થયા વાયરલ
- ગુજરાતમાં ફરીએકવાર પેપર થયું લીક
- ધોરણ-10 હિન્દીનું પેપર ફૂટ્યું
- ફેસબુકમાં અપના અડ્ડા પેજ પર વાયરલ
અમદાવાદ:રાજયમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે રાજયમાં ફરી એકવાર પેપર લીંક થઈ હોવાની ઘટના સામે આવી છે.ધોરણ 10 હિન્દીનું પેપર પરીક્ષા શરુ થાય તેના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. આમ, પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર વહેતુ થયું છે. ત્યારે શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી.
આ સમાચાર અંગે પરિક્ષા સચિવએ જણાવ્યું કે, 1-2 તત્વો હોય છે તે આવુ કૃત્ય કરતા હોય છે, નિયમ મૂજબની સંપૂર્ણ કાર્યવાહી થશે.તપાસમાં જે સામે આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે આ પેપર દાહોદથી અપલોડ થયું હતું.આ પેપર ફેસબુકના અપના અડ્ડા ગુજરાતી નામના ગ્રુપમાંથી વાયરલ થયું છે.જોકે, હજુ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં પેપર ફૂટવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ગુજરાતમાં આઠ મહિનામાં આ ચોથું પેપર ફૂંટ્યું છે. આ પહેલા સરકારી ભરતી પરીક્ષાના પેપર ફૂટયાના સમાચાર સામે આવતા હતા પંરતુ બોર્ડની પરીક્ષામાં પણ આ ગેરરીતી થઈ હોવાનું સામે આવતા સરકાર પર અનેક સવાલો ઉભા થાય છે.આ અગાઉ પણ જુલાઈ માસમાં લેવાયેલી DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું.