Site icon Revoi.in

દિલ્હીમાં ધો. 10 અને 12ના વર્ગો શરૂ, કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન

Social Share

દુનિયાભરમાં કોરોનાને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ હવે 10 મહિના બાદ સ્કૂલો ખોલવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં આજથી ધો. 10 અને 12ના વર્ગો વિદ્યાર્થીઓ માટે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આગામી સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો હતો.

સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધો. 10 અને 12ના વર્ગ માટે 18મી જાન્યુઆરીથી વ્યવહારિક, પ્રોજેક્ટ વર્ક અને કાઉન્સલિંગ માટે ફરીથી શાળાઓ ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી છે. મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, “વિદ્યાર્થીઓને માતાપિતાની સંમતિથી બોલાવવામાં આવશે. અને તેમને આવવા પર દબાણ કરવામાં આવશે નહીં.”

ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, શારીરિક હાજરી ફરજિયાત નથી. અને વિદ્યાર્થીઓ ફક્ત માતાપિતાની સંમતિથી શાળાઓમાં પ્રવેશ કરશે. કોવિડ – 19 માર્ગદર્શિકાને શાળાઓ સાથે શેર કરવામાં આવી છે. અને અસરકારક રીતે તેનું પાલન કરવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ધો. 10 અને 12 ના વર્ગોની બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત કરી દીધી છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષા 4 મેથી 10 જૂન દરમિયાન લેવામાં આવશે, બોર્ડે હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરી નથી.