શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ખૂબ પ્રમાણમાં આવતા હોય છે, અને ડોક્ટરો પણ લીલા શાક ખાવાની સલાહ આપે છે, એજ રીતે લીલી હરદળ અને આદુ જેવી દેખાતી આંબામોર પણ સલાડ તરીકે ખાવામાં આવે છે તેનું અથાણું પણ બનાવવામાં આવે છે આ આંબામોર ખાસ કરીને શિયાળાની સિઝનમાં જોવા મળએ છે, તોચાલો જાણીએ આંબામોર ખાવાના કેટલાક ફાયદા વિશે
આંબામોરમાં રહેલા વિટામીન્સ શરીરને પુરતુ પોષણ પુરુ પાડે છે. ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે.
આંબામોરને હરદળ મીઠામાં આથીને પણ ખાવામાં આવે છે, પણ જો જે લોકોને પેશર ની બિમારી છે તેમણે કાચી આંબામોર ખાવી જોઈએ તેનાથી પ્રેશર લેવલ કંટ્રાલમાં રહે છે
પેટની સમસ્યા માટે આંબામોર ખૂબ ગુણકારી ગણાય છે, આંબામોર દેખાવે આદુ જેવી હોય છે સ્વાદમાં થોડી તીખાશ વાળ હોય છે તેના ગુણ પેટની દરેક સમસ્યાને મટાડવાના છે.
આંબામોરના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે,આ સાથે જ જે લોકોનું લોહી જાડુ હોય તેના માટે પમ તેનું સેવન બેસ્ટ છે,તે લોગીને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે અને લોહીની માત્રામાં સુધારો પમ કરે છે.
જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી આંબામોર ખાવાથી તમારી ચરબી ઓગળે છે અને શરીર તંદુરસ્ત રહીને તમે પાતળા થાવ છો
આંબામોરમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ સાથે જ ત્વચા માટે પણ તે ગુણકારી માનવામાં આવે છે,સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને રિંકલ્સને ઘટાડી એઇજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે
આંબામોરનું સેવન બ્લડ પ્યૂરીફાયબરનું પણ કામ કરે છે. આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર કરે છે અને બ્લડ ક્લોટ થતાં રોકે છે