દિવસની શરૂઆત આ પીણાથી કરો, દિવસભર શરીરમાં રહેશે એનર્જી
છેલ્લા કેટલાક સમયથી કોફીનું ચલણ વધ્યું છે અને અનેક લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. પરંતુ સવારે ઉઠીને સૌથી પહેલા કોફી પીવી એ ઘણા કારણોસર નુકસાનકારક હોઈ શકે છે. જેથી સવારે કોફીની જગ્યાએ ગ્રીન ટી, લીંબુ પાણી, હળદરવાળુ દૂધ અને નારિયલ પાણીથી શરૂઆત કરો. આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે.
ગ્રીન ટી એ કેફીનનો હળવો સ્ત્રોત છે, પરંતુ તે કોફી જેટલી ભારે નથી. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તે શરીરને ડિટોક્સ રાખે છે. આ સિવાય તમે લીંબુ પાણી અજમાવી શકો છો. વાસ્તવમાં, સવારે લીંબુ સાથે નવશેકું પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માત્ર શરીરને હાઇડ્રેટ કરે છે, પણ ચયાપચયને વેગ આપે છે.
ગ્રીન ટી અને લીંબુ પાણી સિવાય હળદરવાળુ દૂધ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. હળદરમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. સવારે હળદરવાળું દૂધ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સિવાય નારિયેળ પાણી એક પ્રાકૃતિક અને ઓછી કેલરીવાળું પીણું છે, જે શરીરને માત્ર તાજગી આપે છે પરંતુ હાઇડ્રેશન પણ જાળવી રાખે છે.