- આજથી ‘ચૈત્રી નવરાત્રિ’નો પ્રારંભ
- 10 દિવસ થશે માં દુર્ગાની પૂજા
- ભક્તોમાં જોવા મળશે અનેરો ઉલ્લાસ
મુંબઈ : આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે અને દેવી શક્તિને સમર્પિત 10 દિવસીય તહેવારની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રી દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અને વ્રત રાખવામાં આવે છે અને ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ કળશ સ્થાપિત કરે છે.
આ સાથે પૂજા સ્થળ પર માં નવદુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આવી રીતે હિન્દી સિનેમામાં પણ દેવી માં ની મહિમાની ગાથા બતાવવામાં આવી હતી. કેટલીક ફિલ્મોમાં દેવી માં પર આધારિત ભજન અને ગીતો પણ છે,જે સુપરહિટ થયા છે. નવરાત્રીના ખાસ પ્રસંગે સાંભળો દેવી માં પર આધારીત ભજન અને ગીતો.
‘તુને મુજે બુલાયા શેરા વાલીયે’,મેં આયા મેં આયા મેરા વાલીયે’ આ ગીત નરેન્દ્ર ચંચલ અને મોહમ્મદ રફીએ ગાયું છે. આ ગીત વર્ષ 1980 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આશા’ નું છે. આ ગીતમાં ‘માં શેરોંવાલી’નો મહિમા બતાવવામાં આવ્યો છે. આ ગીત નવરાત્રીમાં ખૂબ સાંભળવામાં આવે છે.’આશા’ ફિલ્મમાં જીતેન્દ્ર અને રીના રોય મુખ્ય ભૂમિકામાં હતાં.
વર્ષ 1979 માં રિલીઝ થયેલું આ ગીત ફિલ્મ ‘સુહાગ’ નું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય રેખા,શશિ કપૂર,પરવીન બોબી, નિરૂપા રોય, રણજિત વગેરે કલાકારો હતા. આ ફિલ્મનું દિગ્દર્શન મનમોહન દેસાઇએ કર્યું હતું. આ ગીત મોહમ્મદ રફીએ ગાયું છે.
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રખ્યાત ફિલ્મ ‘મર્દ’માં પણ દેવી ભક્તિ સાથે સંકળાયેલું એક ગીત હતું. આ ગીત એટલું જ લોકપ્રિય છે આ ગીત હતું – ‘માં શેરોંવાલી, ઓ માં શેરોંવાલી’. આ ગીત અમિતાભ બચ્ચન પર ફિલ્માવવામાં આવ્યું હતું અને તેના ગાયક શબ્બીર કુમાર હતા.
1981 માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ક્રાંતિ’ માં આ ગીત દેવી માં પર આધારીત છે. ફિલ્મ ‘ક્રાંતિ’ માં બતાવેલ ભક્તિ પર આધારિત ગીત ‘દુર્ગા હૈ મેરી માં, અંબે હૈ મેરી માં’ આજે પણ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ગીત મહેન્દ્ર કપૂર અને મીનુ પુરુષોત્તમ દ્વારા ગાવવામાં આવ્યું હતું.
ભક્તિથી ભરેલા ગીતોની સૂચિમાં,’ચલો બુલાવા આયા હૈ,માતાને બુલાયા હૈ. તે 1983 માં આવેલી ફિલ્મ ‘અવતાર’નું એક ગીત છે,જેને રાજેશ ખન્ના અને શબાના આઝમી પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત નરેન્દ્ર ચંચલ,આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરે ગાયું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન મોહનકુમારે કર્યું હતું.
દેવાંશી