Site icon Revoi.in

આજથી ગોરીવૃતનો પ્રારંભ, નાની બાળાઓ પાંચ દિવસ ઉપવાસ કરીને ગૌરી માતાનું પૂજન કરશે

Social Share

ભાવનગરઃ ગુજરાતભરમાં આજે દેવપોઢી એકાદશીથી નાની બાળાઓના ગૌરી વૃત યાને મોળાકતનો પ્રારંભ થયો છે. બાળકીઓ 5 દિવસ મીઠાં વિનાનું ફળ-ફળાદી, ઉપવાસી ભોજન આરોગીને મંદિરોમાં જઈને ગૌરી માતાજીનનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ગામડાંઓમાં બાળાઓ નદી કિનારે જઈને પૂજન કરે છે.

અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. ગૌરી વ્રતની કથા પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ વ્રત ગૌરી માતાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને પુનર્નવમીના દિવસે ઉજવવામાં આવે છે.  આજે દેવપોઢી એકાદશી સાથે કુંવારી દીકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી પાંચ દિવસનાં ગૌરી વ્રત(મોળાકત)ના વ્રતનો પ્રારંભ થયો છે. આ પાંચ દિવસ નાની બાળાઓ સંયમ-નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસી રહી ગૌરી માતાની પૂજા-અર્ચના કરી હતી. ભાવનગર શહેરમાં આવેલ વિવિધ શિવ મંદિર ખાતે ગૌરી વ્રત(મોળાકત)ની પૂજા અર્ચના કરાઈ હતી, જેમાં આજથી પાંચ દિવસ સુધી તમામ બાળાઓ ઉપવાસ કરી તેના ભાવિ પતિની કામના અર્થે વ્રત બાળાઓ કરતી હોય છે.

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજથી નાની બાળાઓના ગૌરીવ્રત – મોળાકતનો પ્રારંભ થયો છે. આજથી પાંચ દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે દરરોજ સવારે જુવારા સાથે બ્રાહ્મણોના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરીમાતાની પૂજા કરી સુર્ભિક્ષની કામનાઓ સાથે કહ્યાંગ્રા કંથ (મન પસંદ વર)ની યાચનાઓ કરશે. હવે સમય સાથે વ્રત-તહેવારો માં પણ આધુનિકતા જોવા મળી રહી છે થોડા વર્ષો પહેલાં બાળાઓ ઘરે જુવારા વાવી પાંચ દિવસ પૂજા-અર્ચના કરતી હતી પરંતુ આજકાલ તૈયાર જુવારાઓ મળે છે.