Site icon Revoi.in

ડબલ્યુ.એચ.ઓની ચેતવણી – 2021ની શરૂઆતમાં યુરોપ માટે વધુ ખતરનાક બની શકે છે કોરોના

Social Share

દિલ્લી: આખું વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યું છે. ઘણા દેશોએ વેક્સીનને મંજૂરી આપી દીધી છે અને અમેરિકા અને બ્રિટને પણ રસીકરણ શરૂ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચેતવણી આપી છે કે, આ અહેવાલોથી વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે, આવતા વર્ષની શરૂઆતમાં યુરોપિયન દેશોમાં કોરોનાની વધુ ખતરનાક લહેર આવી શકે છે.

યુરોપના ઘણા દેશ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત છે. એવામાં સંગઠને આગામી દિવસોમાં લોકોને ક્રિસમસના પ્રસંગે માસ્ક પહેરવાની અપીલ કરી છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કોરોનાને ધ્યાનમાં રાખીને દેશભરમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે આ આદેશ 15 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી જારી કર્યો છે.

ક્રિસમસ પ્રસંગે બહોળી સંખ્યામાં કૌટુંબિક અને જૂથ કાર્યક્રમોની અપેક્ષા છે. એવો અંદાજ છે કે, 24 થી 26 ડિસેમ્બરની વચ્ચે જર્મનીમાં લોકડાઉનનાં નિયમોમાં છૂટ આપવામાં આવી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે, યુરોપિયન દેશોમાં 2021 ની શરૂઆતમાં કોરોના વધુ તબાહી મચાવી શકે છે. આ દરમિયાન બ્રિટનના હેલ્થ મિનિસ્ટરે પણ કહ્યું છે કે, દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો થવા માંડ્યો છે.

સૌથી ખરાબ હાલત લંડનની

આ પહેલા બ્રિટનમાં આખો નવેમ્બર લોકડાઉન લાગૂ રહ્યું હતું. આને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. અહીંની સૌથી ખરાબ સ્થિતિ લંડન કેન્ટ અને સસેક્સની છે. અહીં મોટાભાગના કોરોના દર્દીઓની ઉંમર 11 થી 18 વર્ષની વચ્ચે જોવા મળી છે.

વિશ્વમાં કોરોનાથી સૌથી ખરાબ હાલત અમેરિકાની છે. જોકે, અહીં સોમવારે રસીકરણ શરૂ થઈ ગયું છે.પરંતુ અમેરિકામાં કોરોનાના આંકડા ખરેખર ડરામણા છે. અહીં મૃત્યુઆંક 314,629 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ 17,394,314 કેસ સામે આવી ચુક્યા છે.

-દેવાંશી