- આજથી દશામાના વ્રતનો પ્રારંભ
- ઘરમાં સ્થાપના કરી વ્રતનો પ્રારંભ
- લોકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
રાજકોટ : ભારતીય સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણીનો પ્રારંભ થઈ જાય છે. વર્ષોથી દશામાના પવિત્ર વ્રતનો મહીમા વધી રહ્યો છે. દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક,મંદિર પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવિધાનપૂર્વક સ્થાપન કરે છે. ત્યારે આજથી દશામા વ્રતનો ભકિતભાવ અને શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે.
વ્રત ધારી મહિલાઓ તથા શ્રદ્ધાળુઓ દ્વારા આજે વહેલી સવારે પોતાના ઘરમાં દશામાની મૂર્તિની વિધી વત સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને આજથી દસ દિવસ સુધી વ્રત ધારી મહીલાઓ ઉપવાસ કરીને માતાની ભકિતભાવ પૂર્વક સવાર સાંજ આરતી તથા પૂજા અર્ચના કરી વ્રતની ઉજવણી કરશે. અને દિવસ બાદ જાગરણ કરી દશામાની મૂર્તિનું નદી અને તળાવમાં વિસર્જન કરવામાં આવશે.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે દશામાના મંદિરે ભક્તોનો ભારે જમાવડો ના થાય તે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.આજથી મા દશામાંના વ્રતનો પ્રારંભ થતાં લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.