Site icon Revoi.in

ગુજરાતમાં આજથી પીએમ મોદીના પ્રચાર અભિયાનની શરુઆત – 25 જેટલી જનસભા સંબોધિત કરશે

Social Share

અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બિગૂલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર પોતાની જીત પાછળ લગાવી રહી છએ જો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આજથી ગુજરાતની ચૂંટણી મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પ્રચાર કરવા ઉતારવાના છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી ચૂંટણી પ્રચાર માટે રાજ્ય પહોંચશે.ચૂંટણીને લઈને રાજ્યભરમાં કુલ 25 રેલીઓ પણ પીએમ મોદી કરશે.

ગુજરાતમાં બીજેપીએ પ્રચારને લઈને ખૂબ મોટો પ્લાન બનાવ્યો છે. રેલીઓનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી ત્યારે આજે પ્રચાનો આરંભ થવા જઈ રહ્યો છે.

જો પીએમ મોદીના ગુજરાત પ્રવાસની વાત કડૃકરીએ તો  20 નવેમ્બરે પીએમ સૌરાષ્ટ્રના પ્રવાસે જશે જ્યાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદની મુલાકાત લેવાના છે. પીએમ આ સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરતા પણ જોવા મળશે, ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારિખો પણ જાહેર નહોતી થી તે પહેલા જ બીજેપીએ ગુજરાતમાં પોતાનું પ્રભુત્વ દેખાડવાનું શરુ કર્યું હતું આ હેઠળ પીએમ મોદી સહીત અમિતશાહ જેવા વરિષ્ટ નેતાઓ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની આગામી ચૂંટણી માટે તૈયારીઓ તેજ  બનાવી છે ત્યારે હવે આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત  સાથે  25 નવેમ્બર સુધી કુલ 16 રેલીઓનો ટાર્ગેટ  બીજેપી ધરાવે છે .