Startup India Seed Fund યોજના
(મિતેષ સોલંકી)
- વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા Startup India Seed Fund યોજના લાગુ કરવામાં આવી.
- આ યોજના અંતર્ગત વિવિધ Startupને પ્રોટોટાઈપ વિકસાવવા માટે તેમજ ઉત્પાદન માટે જે વિવિધ પ્રયત્નો કરવા પડે તેના માટે તેમજ બજારમાં પ્રવેશ મેળવવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
- કુલ 945 કરોડ રૂ. આ યોજના અંતર્ગત Startup તેમજ ઘણા Incubatorને આવનારા ચાર વર્ષો દરમિયાન ફાળવવામાં આવશે.
- ઉપરોક્ત યોજના મુખ્યત્વે Tier-2 અને Tier-3 શ્રેણીના શહેરોમાં આવેલ Startupને વધારે નાણાકીય મદદ કરશે કારણ કે આ શહેરોમાં નવા વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય તંગી વધારે અનુભવાતી હોય છે.
- આ યોજનામાં પ્રોટોટાઈપના વિકાસ માટે અને ઉત્પાદનને તૈયાર કરવા માટે જરૂરી પ્રયત્નો માટે રૂ. 20 લાખ અને ત્યાર બાદ ઉત્પાદનને મોટા પાયે તૈયાર કરવા માટે રૂ. 50 લાખ આપવામાં આવશે.
- આ યોજનાના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે DPIIT અને આંતરિક વ્યાપાર દ્વારા એક વિશેષજ્ઞ સલાહકારી સમિતિ પણ બનાવવામાં આવશે.