સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ખાતાધારકોને છેતરપિંડીથી બચાવવા ટ્વિટ કરીને સતર્ક કર્યા
- એસબીઆઈએ પોતાના ખાતાધારકોને સતર્ક કર્યા
- આ કામ ન કરવા કરી અપીલ
- ટ્વિટ કરીને લોકોને સતર્ક રહેવા જણાવ્યું
મુંબઈ: ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધતા હવે બેન્કો પણ સતર્ક થઈ છે. બેન્કો દ્વારા અવાર નવાર પોતાના ખાતાધારકોને કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની માહિતીને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરશો નહી, આ કરવાથી તમારી બેન્કની કેટલીક જાણકારી ગુનેગારો પાસે પહોંચી જાય છે અને તે લોકો તમામ બેન્કનું બેલેન્સ ચોરી કરી લે છે.
આવામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પણ લોકો જાણ કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને સમય-સમય પર સાઇબર ઠગોથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે.
આવી સ્થિતિમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો છે. આમાં SBI દ્વારા કહેવામાં આવ્યું છે કે SBI તમને ક્યારેય બેંક ડિટેલ્સ, ATM અને UPI પિન શેર કરવા માટે કહેતી નથી. તો જો તમને આવા મેસેજ મળે. જેમાં એટીએમ અથવા યુપીઆઈ પિન પૂછવામાં આવ્યો છે, અથવા કોઈપણ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું છે. તેથી તેને અવગણો.
ઉલ્લેખનીય છે કે,કોઈ પણ બેન્ક ક્યારેય અને કોઈ પણ સમયે તેના ગ્રાહકને એકાઉન્ટ નંબર, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વિગતો પૂછતી નથી. બેન્કો દ્વારા હંમેશા કહેવામાં આવે છે કે તમારા ઈન્ટરનેટ બેન્કિંગ અને OTP નંબરો કોઈની સાથે શેર કરશો નહીં
મોબાઈલ ફોન કે મેસેજમાં કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરશો નહીં.