વિદ્યાર્થીઓને ચોરીના માર્ગે જતા અટકાવવા રાજ્ય શિક્ષણ બોર્ડનો નવો પ્રયોગ – પરિક્ષા કેન્દ્રો પર પશ્ચાતાપ પેટી મૂકાઈ
- પરિક્ષા કેન્દ્રો પર પ્રશ્ચાતાપ પેટી મૂકવામાં આવી
- વિદ્યાર્થીઓને ચોરી કરતા રોકવા માટે નવો પ્રયોગ હાથ ધરાયો
અમદાવાદ- સોમવાર 28 નાર્ચના રોજથી રાજ્યભરમાં ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને ગેરરિતીના માર્ગે જતા અટકાવવા માટે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્રારા નવતર પ્રયોગ હાથ ઘરવામાં આવ્યો છે જે અતંર્ગત દરેક પરિક્ષા કેન્દોરની બહાર પ્રશ્ચાતાપ પેટી મૂકવામાં આવી છે.
આ પેટી એટલા માટે કેન્દ્રો બહાર લગાવવામાં આવી છે કે જો કોઈ પણ વિદ્યાર્થી પરિક્ષા ખંડમાં જતા પહેલા કાપલી કે ચીઠ્ઠી કે પછી કોઈ પણ ચોરી કરવા મચટેની પુસ્તકીય સામગ્રી લાવ્યો હોય તો તે આ પેટીમાં સ્વેચ્છાએ મૂકી શકે છે.
આ પેટી દેરક વર્ગની બહાર એટલા માટે મૂકવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી ચોરી કરવાના હેતુંથછી લાવેલ કાપલી આ પેટી જોઈને તેનું મન બદલાય અને તેને આ પેટીમાં મૂકી શકે, આ રીતે વિદ્યાર્થીઓને ચોરી કરતા અટકાવવા માટે શિક્ષણબોર્ડે નવતર પ્રયોગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ટોટલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3 હજારક 312 બ્લોક પર બોર્ડની પરિક્ષાઓ લેવાઈ રહી છે,પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમયે શાળાની બહાર પશ્ચાતાપ પેટી મુકવામાં આવી રહી છે. જ્યાં કોઈ વિદ્યાર્થી કાપલી કે સાહિત્ય સાથે લાવ્યો હોય તો તેને પેટીમાં મુકી દે જેથી ચોરી થતી અટકે