- ઉત્તરપ્રેદશમાં હિંસાની આશંકાને લઈને એલર્ટ
- કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
લખનૌઃ- મોહમ્મજ પૈગમ્બર પર બીજેપી નેતાના વિવાદીત નિવેદન બાદ સમગ્ર દેશમાં હિંસા ભડકી હતી જેમાં ખાસ કરીને વિતેલા શુક્રવારે જૂમ્માની નમાઝ બાદ ભારે હિંસા સર્જાય હચતી, નમાઝ બાદ ઉત્તરપ્રદેશના જૂદા જૂદા વિસ્તારોમાં હિંસા ભડકી હતી ત્યારે હવે આવતી કાલે શુક્રવાર હોવાને લઈને ફરી હિંસાની શંકાઓ વર્તાઈ રહી છે જેને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉતત્ર પ્રદેશના કાનપુર, પ્રયાગરાજમાં નમાઝ બાદ હિંસાને લઈને અનેક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે,સરકાર એલર્ટ બની છે અને ફોર્સને જૂદા જૂદા સ્થળોએ તૈનાત કરવામાં આવી છે
આ સાથે ડ ડ્રોન વડે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજન રાખવામાં આવી રહી છે જેથી કરીને વિતેલા શુક્રવારની જેમ આવતકી કાલે આવી હિંસાની સ્થિતિ ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે, વિતેલા શુક્રવારની ઘટનાઓને ધ્યાનમાં લઈને યોગી સરકારે ફોર્સને મેદાનમાં ઉતારી છે