કોરોનાને લઈને રાજ્ય સરકાર એક્શનમાં -તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ સહીત ઓફીસોમાં 50 ટકા કર્મીઓ જ રહેશે હાજર
- રાજ્ય સરકાર એક્શનમાં
- ઓફીસો 50 ટકા કર્મીઓ સાથે ચાલુ રહેશે
- જાહેર મેળાવડાઓ અને તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ
અમદાવાદ -સમગ્ર રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે, કોરોનાથી થતો મૃત્યુની સંખ્યા વધતી જોવા મળી રહી છે, ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી હતી, કોરોનાના વધતા વ્યાપને લઈને સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક જાહેર કાર્યક્રમો સહીત તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાગૂ કર્યો છે.
આ સાથે જ સીએમ રુપાણીએ જણાવ્યુંહતું કે, અપ્રિલ મહિનાથી લઈને આવનારા મે મહિના સુધી દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ વિજય રુપાણીએ આ સમગ્ર મામલે જનતાને અપીલ કરતા કહ્યું કે, દરેક લોકો પોતાના તમામ તહેવારો પોતાની આસ્થા મુજબ પોત પોતાના ઘર રહીને જ મનાવે.
તો બીજી તરફ રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ સહીતની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા કરવાની સૂચના આપી છે, હવેથી કર્મીઓ 50 ટકા હાજરી સાથે કામ કરી શકશે, કર્મીઓને ઓફીસમાં માટે એક-એક દિવસની હાજરીથી કાર્ય કરવા બોલાવવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો પણ કોરોનાની સ્થિતિને જોતા આવનારી ૩૦મી એપ્રીલ સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, ધાર્મિક સ્થાનો ખાતે દૈનિક પૂજાવિધિ પૂજારીઓ અને સંચાલકો મર્યાદિત લોકો સાથે કરશે.
સાહિન-