1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્ય સરકારનો માતૃભાષા પર પ્રેમઃ હવે તમામ સ્થળોએ ડિસપ્લે બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત
રાજ્ય સરકારનો માતૃભાષા પર પ્રેમઃ હવે તમામ સ્થળોએ ડિસપ્લે બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત

રાજ્ય સરકારનો માતૃભાષા પર પ્રેમઃ હવે તમામ સ્થળોએ ડિસપ્લે બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત

0
Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારને પણ હવે માતૃભાષા ગુજરાતી પર પ્રેમ જાગ્યો હોય તેમ હવે તમામ ડિસપ્લે અને સાઈન બોર્ડ ફરજિયાત ગુજરાતીમાં લખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ છે. તમામ મ્યુનિ. કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે.

રાજ્યમાં આગામી તા.21મી  ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે, ત્યારે એ પહેલા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોવા મળતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. એટલે દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જોઈએ.તેવી માગ ઊઠી હતી. એટલે ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનુ પગલુ ભર્યુ છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. જેનો અમલ 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરમાં થશે. નવી પેઢી ગુજરાતી ભાષાની મીઠાશ સુંદરતાથી પરિચીત થાય તે માટે રાજયમાં તમામ જાહેર બોર્ડ- મોલ- મલ્ટીપ્લેક્ષ- રેસ્ટોરા- બગીચાઓ- શોપીંગ સ્થળો- જાહેર સ્થળો- સેવાઓ- સરકારી કચેરીઓમાં માહિતી ગુજરાતીમાં દર્શાવવી ફરજીયાત કરવા તૈયારી કરી રહી છે.

‘વેલકમ ટુ અમદાવાદ’ તેવુ નહી પણ આપને આવકારીએ છીએ તેવા સંદેશ મુકશે. તમામ જાહેર સૂચનાઓ પણ ગુજરાતીમાં હોય તે જોવાશે અને તે જાહેર-ખાનગી-સંસ્થાઓ- કંપનીઓ- ઓથોરીટીઓ માટે ફરજીયાત હશે.આ અંગેનો એક પરિપત્ર- ગઈકાલે જ જાહેર કરવામાં આવ્યો હતો અને તેનો પ્રારંભ, રાજયના અમદાવાદ, રાજકોટ સહિત આઠ મહાનગરોથી થશે તેના માટેમ્યુનિ.કોર્પોરેશનની જ જવાબદાર હશે. જેમાં હવે ફકત સરકારી કચેરીઓ જ નહી સિનેમા ઘરો, લગ્ન હોલ, બેન્કવેટ, સ્કુલ-કોલેજ સહિતની શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ, હોટેલ, કાફે, બેન્ક, લાઈબ્રેરી, બગીચાઓ, મોલ, દુકાનો, સુપર માર્કેટમાં પણ અમલ કરવાનો રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતુ કે, ગુજરાત સરકારે હવે તમામ ડિસપ્લે બોર્ડ- ગુજરાતમાં ફરજીયાત બનાવ્યા છે પણ કેન્દ્રીય કચેરીમાં જે રાષ્ટ્રીય સ્તરે છે. રેલ્વે કે એરપોર્ટ સહિતની સંસ્થામાં સામાન્ય રીતે બે અથવા ત્રણ ભાષાની ફોર્મ્યુલા બનાવી છે જેમાં એક સ્થાનિક ભાષા ઉપરાંત હિન્દી, ઈંગ્લીશમાં તેના ડિસપ્લે હોય છે પણ હવે તેના ડિસપ્લેમાં ગુજરાત સૌથી ઉપર હશે તેવા સંકેત છે. આ અંગે કેન્દ્ર સાથે ચર્ચા કરીને માર્ગરેખા ઘડાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code