Site icon Revoi.in

સ્ટેટ જીએસટી દ્વારા પેટ્રોલ પંપો પર તવાઈ, 400 કરોડની કરચોરી પકડાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક પેટ્રોલ પંપના સંચાલકો જીએસટીની કરચોરી કરતા હોવાનું ધ્યાનમાં આવતા જીએસટી વિભાગના અધિકારીઓએ રાજ્યવ્યાપી સર્ચ હાથ ધરીને 400 કરોડની કરચોરી પકડી પાડી હતી.

રાજ્યના અમદાવાદ સહિત 11 શહેર તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ હતી કે નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વગર જ પેટ્રોલ કે ડિઝલનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ જીએસટી સિસ્ટમ એનાલિસિસ કર્યું હતું. જેમાં ધ્યાને આવ્યું  હતું કે, રાજ્યના અનેક પેટ્રોલપંપને કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જો કે પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ ગઇ હતી.

આ ઉપરાંત પેટ્રોલ પંપ દ્વારા નિયમો અંતર્ગત ભરવાપાત્ર વેરો ભરવામાં આવ્યો નહોતો. જેથી અમદાવાદમાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ગોધરામાં 4, ખેડામાં 7, પોરબંદરમાં 5, રાજકોટમાં 15, જામનગરમાં 9, સુરતમાં 8, વડોદરામાં 9, વલસાડમાં 4 અને અન્ય 29 મળીને કુલ 104 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જીએસટીની તપાસમાં અનેક પેટ્રોલ પંપ પર વેટનું રજીસ્ટ્રેન રદ્દ થયેલું હોવાનું સામે આવ્યું હતું. આ છતા પેટ્રોલ પંપ ચાલતા હતા. આવા કુલ 27 પેટ્રોલ પંપ ચાલી રહ્યા હતા. રજીસ્ટ્રેશન વગર જ 400 કરોડનું વેચાણ કર્યું હતું. કેટલાક પેટ્રોલપંપ ભરવા પાત્ર વેરો પણ ભરતા નહોતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં 64 કરોડ વેરો ભરપાઇ થયો છે. હજી પણ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત વેરો નહી ભરનારા પેટ્રોલ પંપના સંચાલકોની મિલ્કત ટાંચમાં લેવાશે. 27 પેટ્રોલ પંપ પર હાલ કાર્યવાહી ચાલી રહી  હોવાનું કહેવાય છે.