ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરોમાં ચાલતા ક્મ્પ્યુટર ક્લાસિસના સંચાલકો તગડી આવક મેળવતા હોવા છતાં પુરતો જીએસટી ભરતા ન હોવાથી સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ 31 જેટલાં કોમ્પ્યુટર ક્લાસિસ પર દરોડા પાડ્યા હતા, અને દરોડા દરમિયાન 20 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચાલતા કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ સામે GST વિભાગે લાલ આંખ કરી છે. કોચિંગ ક્લાસ ચલાવતા 15 પ્રાઈવેટ ક્લાસીસ સર્વિસ આપતી હોવા છતાં વેરો ન ભરતા ક્લાસિસ પર GST વિભાગે દરોડા પાડ્યાં હતા. કોમ્પ્યુટર કોચીગ ક્લાસ ચલાવનારાઓ સામે GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જીએસટીને 20 કરોડ રૂપિયાના બે હિસાબી વ્યવહારો મળ્યા છે. અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કોચિંગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની ફીની રકમ છુપાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસેથી રોકડમાં ફી લઈ તેનો વેરો ભરવામાં આવતો ન હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ જીએસટી વિભાગના કોમ્પ્યુટર કોચીગ ક્લાસ પર દરોડા પાડવામાં આવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખાનગી કોમ્પ્યુટર ક્લાસીસ સર્વિસ આપતી હોવા છતાં વેરો ન ભરતી નહતી. જીએસટી વિભાગે આવા 15 ક્લાસીસના 31 સ્થળો પર જીએસટી વિભાગે કાર્યવાહી કરી હતી. જેમાં કોચીગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીની રકમ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, સ્ટેટ જીએસટી વિભાગે 15 ક્લાસીસના 31 સ્થળો પર રેડ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફીના રોકડ રૂપિયા લઇ તેનો વેરો ભરવામાં આવતો નહોવાની વાત પણ સામે આવી છે. આ સાથે જ જીએસટીને 20 કરોડ રૂપિયાના બે હિસાબી વ્યવહારો પણ મળ્યા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.