Site icon Revoi.in

મોરબીના પીડિતોના સમ્માન માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવિ નામાંકન ભરતા વખતે લાઉડસ્પીકર, ઢોલ નહી વગાડે

Social Share

અમદાવદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ લવાગી રહ્યા છે ત્યારે દરેક પાર્ટી પોતાની જીતની આશા રાખી રહી છે,આ સાથે જ ચૂંટણીમાં  અનેક ઉમેદવારો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જોડાઈ રહ્યા છએ આવી સ્થિતિમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને સુપતના મજૂરાથી ચૂંટણીમાં બીજેપીની સીટ પર ઉમેદવારી નોંધાવી ચૂકેલી હર્ષ સંધવિએ ખાસ જાહેરતા કરી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હર્ષ સંઘવિ મોરબીમાં બનેલી ઘટનામાં પીડિતોના સમ્માનને લઈને આગળ આવ્યા છે તેમણે નિશ્ચય કર્યો છે કે તેઓ નામાકંન દાખલ કરતા વખતે કોઈ પણ પ્રકારના લાઉડસ્પિકર કે ઢોલ નગારા વગાડશે નહી. તેઓ એટલા માટે આમ કરશે કારણ કે તાજેતરમાં મોરબી ઝુલતો પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.જેને લઈને તેમનું સમ્માન જાળવીને તેઓ આમ કરવા જઈ રહ્યા છે.

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી માટે સુરતના મજુરા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભરવા માટે આજે સરઘસમાં તો નીકળશે જો કે તેઓ કોઈ પણ પ્રકારનો શોર બકોર નહી કરે એટલે કે તેઓ કે સ્પીકર પર ઢોલ નગારા વગાડશે નહીં. તેમણે કહ્યું કે તેઓ મોરબીના પીડિતોના સન્માન માટે આ કરી રહ્યા છે, ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે માત્ર એક નાની રેલી કાઢવામાં આવશે.

જો કે, મંચ પર માઈક્રોફોન અને સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારણ કે તેમણે ચૂંટણી કાર્યાલયમાં તેમના કાગળો દાખલ કરવા જતા પહેલા તેમના સમર્થકોને સંબોધિત કર્યા હતા.રાતમાં 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે ત્યારે દરેક નેતાઓ ચૂંટણી જતવાની હોડમાં લાગે છે.આવી સ્થિતિમાં હર્ષ સંઘવિ માત્ર સરધસ નીકાળશે પણ કોઈ લાઉડજ સ્પિકર કે નગારાનો ઉપયોગ નહી કરીને મોરબીના પીડિતોનું સમ્માન જાળવશે