- રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની ઔપચારિક મુલાકાત લીધી
- ભાજપના આગેવાનો, સાંસદ, ધારાસભ્યો સાથે બેઠક
- કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા
ભરૂચ: અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લાના તાર ભૂતકાળમાં દેશ વિદેશમાં ઘટેલી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શુક્રવારે મોડી સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભરૂચની ઔપચારિક મુલાકાતે આવી પહોંચ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રીએ ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના આગેવાનો , સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી જેમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સહિતના મુદ્દે ચર્ચા પરામર્શ કરી હતી. ભરૂચ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે ગૃહમંત્રીની ઔપચારિક મુલાકાત અને બેઠક અંગેનો ચિતાર આપ્યો હતો. ગૃહમંત્રી પાસે રમત ગમતનો પણ સ્વતંત્ર હવાલો હોય આગામી સમયમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સાસદ ખેલ કુંભ અંગે પણ વિગતવાર ચર્ચા બેઠક દરમિયાન કરી હતી.