- ભણતરની લોન ચૂકવવામાં ગુજરાત ઘણું પાછળ
- 49 હજાર લોકોની કરોડોની લોન હજી પણ બાકી
દેશમાં હવે ઘીરે ઘીરે એજ્યુકેશનનું પ્રમાણ ઉચ્ચ સ્તરે નોંધાઈ રહ્યું છે, આર્થિક રીતે નબળા વર્ગ પણ લોન કરીને પોતાના બાળકોને ઉચ્ચ ડિગ્રીના અભ્યાસ અર્થે બહાર મોકલતા થયા છો તો કેટલાક લોકો દેશમાં રહીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે લોન લઈ રહ્યા છે, આ સ્થિતિમાં ભણતર પહેલાની સરખામણીમાં વધ્યું છે.
જો કે લોન લેનારા લોકોની કેટલીક સંખ્યા હજી પણ લોન ચૂકવણી બાબતે પાછળ જોવા મળી રહી છે.જેમાં 2021 સુધીની વાત કરીએ તો 22.56 લાખ વિદ્યાર્થીઓને લોનની 89,477 કરોડની રકમની ચુકવણી બાકી હતી તેવી જાણકારી કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડે લોકસભામાં આપી હતી.
આ સાથે જ જોવા જઈએ તો એજ્યુકેશન લોનના મામલે કેરળ, કર્ણાટક અને તામિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યો મોખરે જોવા મળી રહ્યા છે. જ્યારે ગુજરાતના 49,234 લોકો પર 3,527.47 કરોડ રૂપિયા બાકી છે.
જો વસતીની દૃષ્ટિએ પાંચ મોટાં રાજ્યોની વાત કરીએ તો તેમાં યુપી, મહારાષ્ટ્ર, બિહાર, પંશ્વમ બંગાળ અને મધ્યપ્રદેશની કુલ બાકી લોનમાં હિસ્સેદારી 25 ટકા જોવા મળે છે. આ રાજ્યોમાં 22,157.15 કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન બાકી છે. એજ્યુકેશન લોન લેનારા ટોચનાં 6 રાજ્યોમાં મહારાષ્ટ્રને છોડીને બાકી દરેક દક્ષિણ ભારતનાં જ રાજ્યોનો ,સમાવેશ થયો છે.
અત્યાર સુધીની બાકીની લોનમાં તેઓની ભાગીદારી 52 ટકા નોંધાઈ છે. આ રાજ્યોમાં એજ્યુકેશન લોનના 46,571.75 કરોડ રૂપિયા બાકી છે. જો આ યાદીમાં મહારાષ્ટ્રને સામેલ કરવામાં આવે તો રાજ્યોની હિસ્સેદારી 62 ટકા અને બાકી રકમ 55,454.04 કરોડ રૂપિયા સુધી પહોંચે છે
આ સાથે જ દેશમાં 22.56 લાખ વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોનની ચુકવણી હજી કરવામાં નથી આવી છે જેમાં તમિલનાડુમાં 6,25,735 વિદ્યાર્થીઓએ જેની ટકાવાળી 27.7, કેરળમાં 3,07,670 જેની ટકાવાળી 13.63, કર્ણાટકમાં 2,10,437 જેની ટકાવાળી 9.32, મહારાષ્ટ્રમાં 1,90,637 જેની ટકાવાળી 8.45)અને યુપીમાં 1,05,142 જેની ટકાવાળી 4.66 વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી છે.જેની ચૂકવણી બાબતે ઘણા રાજ્યો પાછળ જોવા મળી રહ્યા છે