1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી, મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી
જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી, મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી, મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

0
Social Share

જુનાગઢઃ રાજ્યભરમાં આજે તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઊજવણી ભારે ઉમંગ-ઉલ્લાસથી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાની ઊજવણી  જૂનાગઢમાં કરવામાં આવી હતી.. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવાની શીખ આપી હતી.

મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું. જૂનાગઢથી સંબોધન કરતા મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ જણાવ્યું  હતું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.


મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવોને  આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.

તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાય છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code