Site icon Revoi.in

અમદાવાદમાં સ્ટેટ લેવલ ટેકવાનડો ચેમ્પિયનશીપ યોજાઈ

Social Share

અમદાવાદઃ માં આદ્યશક્તિની આરાધના પર્વમાં ગુજરાત રાજ્યની દીકરીઓમાં હિંમત વધે તથા જીવનનાં કોઈપણ પડકારો સામે સજતા પ્રાપ્ત કરે તે માટે 17મી સ્ટેટ લેવલ ટેકવાનડો ચેમ્પિયનશીપ 2022નું આયોજન કરાયું હતું. જેમાં વિજેતા થયેલી દીકરીઓને મેડલ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના શાહીબાગમાં આવેલી રચના સ્કૂલમાં સ્ટેટ લેવલ ટેકવાનડો ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી 17 વર્ષ સુધી ઉંમરની લગભગ 300થી વધારે દીકરીઓએ ભાગ લીધો હતો. દીકરીઓ પોતાનું સ્વરક્ષણ કરવા વધુ સક્ષમ બની છે. હાલમાં 700/થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલ કોલેજ માં ટેકવાનડો ની તાલીમ લઈ રહ્યા છે. 1981થી આ તાલીમ ગુજરાતમાં ચાલે છે. જેમાં વહાઈટ, યલો, ગ્રીન, રેડ બ્લેક બેલ્ટ જેવા લેવલની તાલીમ આપવામાં આવે છે. ચેમ્પિયનશીપના કાર્યક્રમમાં ફેડરેસનના પ્રમુખ અનિલભાઈ સોલંકી , દર્શનભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.