- કેદારનાથ બેસ્ટ આધ્યાત્મિક સ્થળ તરીકે જાહેર
- ઉત્તરાખંડને પ્રવાસન ક્શેત્રે 3 કેટેગરીમાં મળ્યા એવોર્ડ
દેહરાદૂનઃ- ઉત્તરાખંડજ રાજ્ય પ્રવાસન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે,ભારતભરના લોકો માટેનું આ પસંદગી પામેલું સ્થળ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે, ઉત્તરાખંડે ત્રણ કેટેગરીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો મેળવ્યા છે. પ્રવાસન સર્વેક્ષણ અને એવોર્ડ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને નવ કેટેગરીમાં અલગ-અલગ એવોર્ડ આપવામાં આવ્યા હતા..
જૂદી જૂદી કેટેગરીના રાજ્યને બેસ્ટ વાઇલ્ડ લાઇફ, બેસ્ટ એડવેન્ચર અને બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનના એવોર્ડ મળ્યા છે. કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ શુક્રવારે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજને પુરસ્કારો અર્પણ કર્યા .
રાજ્યના જિમ કોર્બેટ નેશનલ પાર્કને શ્રેષ્ઠ વન્યજીવન સ્થળ તરીકે, ઋષિકેશને બેસ્ટ એડવેન્ચર સ્થળ તરીકે અને કેદારનાથને શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના પ્રવાસનને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરવામાં આવી રહી છે.
આ એવોર્ડ મેળવ્યા બાદ સતપાલ મહારાજે કહ્યું કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે વન્યજીવ પ્રેમીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. જ્યાં પ્રવાસીઓ સાહસની સાથે એક અલગ જ ઉત્સાહ અને રોમાંચનો અનુભવ કરે છે. પ્રવાસન ક્ષેત્રે ત્રણ કેટેગરીમાં એવોર્ડ મેળવવો એ ઉત્તરાખંડ માટે મોટી ઉપલબ્ધિ છે.
આ સાથે જ પ્રવાસન મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શિકા મુજબ કેદારનાથ ધામમાં પુનઃનિર્માણના કામો થઈ રહ્યા છે. જેના કારણે કેદારનાથ આવતા શ્રદ્ધાળુઓને ભવિષ્યમાં સુવિધા મળશે. સરકારે શિયાળુ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું આયોજન કર્યું છે. જેના કારણે ચારધામ યાત્રા બંધ થયા બાદ તેમના વૈકલ્પિક યાત્રાધામોને શિયાળુ ચારધામ તરીકે વિકસાવવા પડે છે.