Site icon Revoi.in

રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરત ખાતે યોજાયો – 1.5 લાખથી પણ વધુ લોકોએ લીધો ભાગ

Social Share

સુરતઃ- આજે દેશભરમાં વિશ્વ યોગ દિવસ ઠેર ઠેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત ખાતે પણ અનેક જગ્યાએ યોગ કાર્.ક્રનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને રાજ્.યક્ષાનો યોગ દિવસ ડાયમંડ સિટી ગણાતા સુરત ખાતે યોજવામાં આવ્યો .

આ યોગ દિવસમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે જે સુરતના વાય જંક્શન ખાતે આયોજીત કરાયો છે.આજે યોગ દિવસે અહી એકસાથે અંદાજે દોઢ લાખ જેટલા લોકો હાજર રહીને યોગ  કરવામાં પાતાનું યોગદાન આપ્યું હતું .

રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં Y જંકશન થી SVNIT સર્કલ -૪ કિ.મી સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – ૪ કિ.મી સુધી,  Y જંકશનથી સુરત એરપોર્ટ ગેટ – ૪.૫ કિ.મી સુધી મળી પ્રતિ ૧ કિમી આશરે ૧૦,૦૦૦ નાગરિકો એટલે કે ૧,૨૫,૦૦૦ નાગરિકો કુલ ૧૨.૫ કિલો મીટરમા માર્ગ પર યોગ કરતા જોવા મળ્યા હતા જે  ગિનેસ બૂકમાં રેકોર્ડ નોંધવા પાત્ર બને છે.

જાણકારી અનુસાર અહી વહેલી સવારે 4 વાગ્યાથી જ  લોકોનું આવવવાનું શરુ થઈ ગયું હતું આ સાથે જ લોકો માટે  250 સ્ક્રીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહીને કાર્યક્રને વધુ સફળ બનાવ્યો હતોય

આ સહીત એક સાથે  દોઢ લાખથી પણ વધુ લોકો યોગ  એઁક સાથે કરતા કરતાં ગિનેસ બૂકમાં રેકોર્ડ નોંધાશે.આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા છે.    વાય જંકશન ખાતે આયોજિત કાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગ જગતના લોકો, ગૃહિણીઓ અને  વર્કિંગ વૂમેન સહિત અન્ય અનેક લોકો જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી કરાઈ રહી છે.પીએમ મોદી અમેરિકાના પુ્રવાસે છે જ્યાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.જેમાં યોગ કાર્યક્રમનો પમ સમાવેશ થાય છે.