તાલિબાનનું ભારત-અફ્ઘાનિસ્તાનના સંબંધોને લઈને નિવેદન
દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે લડાઈ રહ્યુ છે તેને જોતા તો દરેક દેશો દ્વારા પોતાની એમ્બેસીને બંધ અને રાજદૂતોને પરત બોલાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવા સમયમાં તાલિબાન દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ અફ્ઘાનિસ્તાનની ધરતી પર કોઈ પણ દેશની સેનાને ઉતરવાની પરવાનગી આપશે નહી.
તાલિબાન દ્વારા ભારતને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતીય સેનાને પણ પોતાના દેશમાં ઉતરવા દેવાની પરવાનગી આપશે નહી. ભારત સરકાર દ્વારા અફ્ઘાનિસ્તાનના વિકાસ માટે અનેક કામ કરવામાં આવ્યા છે તે વાતમાં કોઈ શંકા નથી અને ભારતે હંમેશા અફ્ઘાનિસ્તાનના લોકોની મદદ કરી છે.
આ બાબતે તાલિબાન દ્વારા વધારે ઉમેરવામાં આવતા તે પણ કહેવામાં આવ્યું કે કોઈ પણ દેશની સેના અફ્ઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ અન્ય દેશ વિરુદ્ધની પ્રવૃતિ માટે કરવા દેશે નહી. ભારત જો અફઘાનિસ્તાનમાં સૈન્ય દખલ કરશે અને અહીં તેની હાજરી હશે તો તે તેના માટે સારું નહીં હોય. ભારતે અફઘાનિસ્તાનમાં બીજા દેશના સૈન્યની હાજરી જોઈ છે, જે તેના માટે એક ખુલ્લી પુસ્તક સમાન છે.
જો કે તાલિબાન દ્વારા અફ્ઘાનિસ્તાનના 70 ટકા જેટલા વિસ્તાર પર કબજો કરી લેવામાં આવ્યો છે. સુરક્ષાદળો દ્વારા પર ચોકી અને હથિયાર મુકીને ભાગવાનો વારો આવ્યો છે. અમેરિકાના સૈન્ય તથા અન્ય વિદેશી સુરક્ષા દળોના અફ્ઘાનિસ્તાન છોડવાના નિર્ણય બાદ તાલિબાન અફ્ઘાનિસ્તાનમાં વધારે સક્રિય બન્યુ છે.