ખેડાના કથિત લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ દ્વારા નશાકારક આયુર્વેદ સીરપ પકડવા રાજ્યભરમાં દરોડા
અમદાવાદઃ ખેડા જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં 5ના મોત બાદ નશાકારક આયુર્વેદિક સીરપના લીધે કાંડ સર્જાયાની હકિકત જાણલા મળ્યા બાદ રાજ્યના પોલીસ વડાના આદેશથી તમામ જિલ્લાઓમાં નશાકારક આયુર્વેદિક સીરપ પકડવા પોલીસે દરોડા પાડ્યા છે. સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી નશાકારક આયુર્વેદ સીરપનો જથ્થો પકડાયો છે. જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સીરપના કારોબારનો પર્દાફાશ કરી કુલ રૂ. 21,26,510ની કિંમતની કુલ 15,023 બોટલો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ગાંધીનગર એસઓજી અંદાજે 200 બોટલ અને પોર ગામથી 85 જેટલી બોટલ જપ્ત કરી છે. પકડાયેલ જથ્થાના સેંપલ FSL માટે મોકલાયા છે.
ખેડામાં સિરપકાંડ બાદ બાદ ગુજરાતભરમાં નશાકારક આયુર્વેદિક દવાઓ પર રેડ પાડવામાં આવી રહી છે. ગાંધીનગર SOG અને LCBએ શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી છે. ગાંધીનગર એસઓજી અંદાજે 200 બોટલ અને પોર ગામથી 85 જેટલી બોટલ જપ્ત કરી છે. પકડાયેલા જથ્થાના સેંપલ FSL માટે મોકલાયા છે. તો બીજી તરફ, ખેડા પોલીસે સિરપકાંડમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ચાર પોલીસ અધિકારીઓ ધરાવતી SIT ની રચના કરાઈ છે.
ગુજરાત પોલીસે તમામ જિલ્લામાં આ પ્રકારની આયુર્વેદિક સીરપ વેચાણની ચકાસણી હાથ ધરી છે. ગાંધીનગર પોલીસે તપાસ કરતા અડાલજ ખાતે પોરગામમાં આવેલ પાર્લર પરથી સીરપ મળી આવ્યા હતા. બે પાર્લર પર મળીને કુલ 90 જેટલી બોટલ જપ્ત કરાઈ હતી. આ 90 બોટલ માં આર્યુવેદીક દવાના નામને અન્ય સીરપ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર પોલીસે બે આરોપી સાથે 90 બોટલ સહિત 13 હજાર 140 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે જામનગરમાં પણ નશાકારક આયુર્વેદ પીણાની બોટલો ઝડપાઈ છે. સત્યમ કોલોની વિસ્તારમાં દીપ પાન નામની દુકાનમાંથી બોટલો ઝડપાઈ છે. સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા 96 જેટલી બોટલો ઝડપી પાડવામાં આવી છે.
રાજ્યભરતમાં પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. ત્યારે સુરત શહેરમાં પણ મેડિકલ સ્ટોર પર સુરત SOG અને PCB ના દરોડા પડ્યા હતા. સુરત શહેરના અલગ અલગ મેડિકલ સ્ટોર પર દરોડા પાડી 2 હજાર થી વધુ નશાકારક સીરપ ઝડપી પાડી છે. ડોક્ટરના પિસ્ક્રીપ્શન વગર આ નશાકારક સિરપ વેચાઈ રહ્યું છે.