Site icon Revoi.in

સ્ટેટસ અપડેટ કરવાને લઈને વોટ્સએપમાં થઈ શકે છે બદલાવ: રિપોર્ટ

Social Share

વોટ્સએપ દ્વારા હંમેશા કોઈને કોઈ પ્રકારે બદલાવ કર્યા રાખવામાં આવતું હોય છે. કંપની દ્વારો રોજ અનેક પ્રકારના ફેરફાર કરવા પર કામ કરવામાં આવતું હોય છે ત્યારે હવે રિપોર્ટ અનુસાર વોટ્સએપ કંપની દ્વારા હવે સ્ટેટસના અપડેશનમાં ફેરફાર થઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે.

વધુ જાણકારી અનુસાર WhatsApp બીટા ટ્રેકર WABetaInfoના અહેવાલ મુજબ, Facebook પેરન્ટ મેટાની માલિકીની આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન હાલમાં તેના યુઝર્સને તેમની ચેટ્સ સૂચિમાંથી અથવા જ્યારે તેઓ એપ્લિકેશનમાં તેમના કોઈપણ કોન્ટેક્ટ્સ શોધે છે, ત્યારે સ્ટેટસ અપડેટ્સ બતાવવાની ક્ષમતાનું પરીક્ષણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે યુઝર તેમના કોન્ટેક્ટ પ્રોફાઇલ ડીપીને ટેપ કરે છે, ત્યારે પણ ડાયરેક્ટ સ્ટેટસ અપડેટ્સ દેખાશે. જે એક રીતે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી ફીચરને જ મળતું આવે છે.

ઉલ્લેખનીય છે કે WhatsApp ફેબ્રુઆરી 2017થી, તેમના યુઝર્સને Instagram સ્ટોરીઝ જેવો ઇન્ટરેક્ટિવ અનુભવ પ્રદાન કરવા માટે સ્ટેટસ ફીચરની સુવિધા પ્રદાન કરી છે. તેના આગમનથી, આ સુવિધા એપ પર એક અલગથી સ્ટેટ્સ ટેબ દ્વારા ઍક્સેસિબલ કરી શકાય છે. WhatsApp, જો કે, આ સુવિધાની પહોંચને વિસ્તારી રહ્યું હોય તેવું લાગે છે અને તેમના યુઝર્સને તેમના સ્ટેટસ અપડેટ્સને ચેટ્સ સૂચિમાં લાવીને વધુ સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાની મંજૂરી આપે છે.