- ઉંમર છે નાની, પણ દેખાય છે વધારે?
- તો બદલો તમારો આહાર
- કરો આ પ્રકારના આહારનું સેવન
દરેક વ્યક્તિના જીવનમાં આહાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આહાર જ દરેક વ્યક્તિની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય નક્કી કરે છે. કેટલાક લોકો નાની ઉંમરમાં પણ મોટી ઉંમરના દેખાતા હોય છે તો તેની પાછળનું કારણ એક જ છે કે તે છે તેમનો આહાર. કેટલાક લોકો મોટી ઉંમરના હોવા છત્તા પણ ઘરડા દેખાતા નથી અને નાની ઉંમરના દેખાય છે તો તેની પાછળ પણ કારણ એક જ છે કે તેમનો પૌષ્ટીક આહાર.
દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછાં એક વાટકી કઠોળ અથવા ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ.
વેજિટેરિયન લોકો માટે તે લો-ફેટ પ્રોટીન છે. તેમાં રહેલું ફાઇબર, એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન, મિનરલ્સ અને આયર્ન હેલ્ધી રાખે છે. વિટામિન બી અને પોટેશિયમ પણ કઠોળમાં છે. સોયાબીન, રાજમા વગેરે ખાવાથી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે.
લીલાં શાકભાજી ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ ધરાવે છે અને એજિંગને ધીમું પાડે છે. લીલાં પાંદડાવાળા શાકભાજી, પાલક, મેથી વગેરે ફાયદાકારક છે. વિટામિન અને મિનરલ્સથી ભરેલાં શાકભાજી ભોજનમાં ખાવાથી તે આંતરડાના કેન્સરને દૂર રાખે છે અને અનેક રોગોથી બચાવે છે.
સૂર્યના યુવી કિરણ જે આપણાં ચહેરા પર પડે છે તેના કારણે સ્કિન ખરાબ થઈને કરચલી પડે છે. આ યુવી કિરણોના નુકસાનથી બચવા ડાર્ક ચોકલેટ, કોકો વગેરેનું સેવન કરવુ જોઈએ. ઉપરાંત તેનાથી ચહેરા પર આવતા સોજા અને વોટર રિટેન્શન પણ દૂર થાય છે. ડાર્ક ચોકલેટથી સ્કિનમાં મોઇશ્ચર પેદા થાય છે અને તેથી ઉંમર ઓછી દેખાય છે.