Site icon Revoi.in

અમરનાથ યાત્રા પર સ્ટિકી બોમ્બનું જોખમ – સેના તૈનાત કરવા સહીત વાહનોને ત્રિસ્તરીય સુરક્ષા જેવા બંદોબસ્તની ગોઠવાશે

Social Share

દિલ્હી –  30 જૂનના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ લરહ્યો છે ત્યારે તેની સુરક્ષાને ધ્યાનમાં લઈને કેન્દ્ર અનેક પગલા લઈ રહી  છે કારણ કે સ્ટિકી બોમ્બ અમરનાથ યાત્રા માટે જોખમ સાબિત થઈ ષકે છે. જેનાથી બચવા માટે યાત્રામાં સામેલ વાહનોને ત્રિસ્તરીય સુરક્ષા આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે  ગાંદરબલમાં આતંકવાદી આદિલ પારેના કારણે અમરનાથ યાત્રા પર મોટો ખતરો છે. આ યાત્રા ગાંદરબલ જિલ્લામાંથી પસાર થાય છે. રવિવારે તેનું અવસાન થતાં યાત્રા પરનો ખતરો ઘણો ઓછો થયો છે જો કે છત્તા સરકાર કોઈ પણ કસર છોડવા માંગતી નથી સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપીને અમરનાથની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ અંગે કાશ્મીર વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે  આતંકવાદીઓએ સોશિયલ મીડિયા દ્વારા ધમકી આપી છે પરંતુ અમે યાત્રાને સંપૂર્ણ સુરક્ષા આપીશું. આ માટે સુરક્ષા દળો સતત કામ કરી રહ્યા છે.

આઈજી વિજય કુમારે વધુમાં જણાવ્યું હતું કે સ્ટીકી બોમ્બ ચેલેન્જને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓના વાહનોને અલગ-અલગ કરીને ત્રણ સ્તરીય સુરક્ષા અપાશે આ સાથે, આ વાહનોને ભીડભાડવાળા વિસ્તારોમાંથી પસાર થવાનું ટાળવામાં આવશે. કાફલામાં હાજર સુરક્ષા દળોના વાહનો પર પણ કેમેરા પણ લગાવવામાં આવશે. 

તેમણે વધુમાં કહ્યું કે આ વખતે જ્યારે યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ છે ત્યારે તેમણે કહ્યું કે જેટલા લોકો હશે તેટલો ખતરો છે. સુરક્ષાની સાથે સીસીટીવી અને ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવશે.