નવી ઉંચાઈ ઉપર શેરબજાર, BSE 1200 પોઈન્ટ વધ્યું
નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશન પછી, સેન્સેક્સ 1196.98 (1.61%) પોઈન્ટના વધારા સાથે 75,418.04 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 354.66 (1.57%) પોઈન્ટના ઉછાળા સાથે 22,967.65 પર બંધ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. સેન્સેક્સ 75,499.91ની નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ પ્રથમ વખત 22,993.60 પર પહોંચી ગયો હતો.
ગ્લોબલ માર્કેટમાં આજે સ્થિતિ નબળી જોવા મળી રહીં છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ બજારો નુકસાન સાથે બંધ થયા હતા. જોકે, ડાઉ જોન્સ ફ્યુચર્સ હાલમાં તેજી સાથે કારોબાર કરી રહ્યા હોવાનું જણાય છે. અમેરિકન બજારની જેમ યુરોપિયન બજાર પણ છેલ્લા સત્ર દરમિયાન સતત દબાણ હેઠળ રહ્યું હતું. તે જ સમયે, એશિયન બજારોમાં સામાન્ય રીતે તેજી જોવા મળી છે.
સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીની આજરોજ ધીમી શરૂઆત થઈ હતી. જોકે, શરૂઆતી મંદી પછી બજાર ઉછળ્યું હતું અને સેન્સેક્સ-નિફ્ટી લાભ સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. સવારે 9.58 વાગ્યે સેન્સેક્સ 251.72 (0.33%) પોઈન્ટના વધારા સાથે 74,472.78 પર કારોબાર થતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 79.00 (0.35%) પોઈન્ટના વધારા સાથે 22,676.80 પર કારોબાર થતો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના શેરની યાદીમાં એશિયન પેઈન્ટ્સ, ઈન્ડિયન બેન્ક, એલએન્ડટી, એક્સિસ બેન્ક અને ભારતી એરટેલ ઉછાળા સાથે ખુલ્યા હતા. બીજી તરફ પાવર ગ્રીડ, સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુ.એસ.માં વ્યાજ દરમાં ઘટાડા અંગે અનિશ્ચિતતા વચ્ચે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ શેર 0.23% મજબૂત થયા છે. સિંગલ શેર્સમાં જુબિલન્ટ ફૂડ વર્ક્સના શેર પ્રારંભિક વેપારમાં 5% જેટલો ઉછળ્યો નોંધાયો હતો. ભારતમાં ડોમિનોની ફ્રેન્ચાઈઝી કંપનીના નફામાં ચોથા ક્વાર્ટર દરમિયાન વધારો જોવા મળ્યો છે. જે બાદ આ ઉછાળો આવ્યો હતો.
જો વ્યક્તિગત રીતે નિફ્ટી બેંક, રિયલ્ટી, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને નિફ્ટી ગેસ અને ઓયલ કંપનીઓની વાત કરીએ તો તેમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ નિફ્ટી ઑટો, FMCG, મીડિયા, મેટલ અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે.