લીલા નિશાન સાથે ખુલ્યું શેરબજાર, ઉતાર-ચઢાવ સાથે કારોબાર
મુંબઈઃ સપ્તાહના ચોથા કારોબારી દિવસ ગુરુવારે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. માર્કેટમાં ટ્રેડિંગ લીલા નિશાનમાં શરૂ થયું હતું, પરંતુ થોડા સમય પછી, બજારમાં વેચવાલી શરૂ થઈ, જેના કારણે બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાન પર પહોંચી ગયા હતા. જો કે, ફરીથી બજારમાં નીચલા સ્તરેથી ખરીદીનું વાતાવરણ નથી. સવારે 10:28 વાગ્યે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 53.16 (0.07%) પોઈન્ટના વધારા સાથે 71,896.42 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, NSE ના 50 શેરો વાળા નિફ્ટી 32.11 (0.15%) પોઈન્ટ મજબૂત થઈને 21,872.15 ના સ્તર પર પહોંચી ગયા છે.
બીએસઈના વિપ્રો, એચડીએફસી બેંક, તાતા સ્ટીલ, એમએન્ડએમ, એનટીપીસી, એસબીઆઈએન, આઈએનએફવાય, પાવરગ્રિડ, ભારતીએરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ટીસીએસ અને એશિયન પેન્ડસમાં તેજી જોવા મળી હતી. જ્યારે મારુતી, એલએન્ડટી, એચસીએલ ટેક, ટાઈટન, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, આઈટીસીમાં ઘટાડો જોવા મળ્યો હતો.