બજેટ પહેલા શેરબજારમાં ભારે ઘટાડો
નવી દિલ્હીઃ બજેટના એક દિવસ પહેલાં શેયર બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 500 પોઈન્ટ લપસી ગયો. તો NSEના નિફ્ટીએ 138 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી.
આજે ભારતીય શેરબજારની ભારે ઘટાડા સાથે શરુઆત થઈ છે. બજેટ પહેલાની અનિશ્ચિતતાને કારણે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઘટાડા જોવા મળ્યો અને નિફ્ટી 138 પોઈન્ટના ઘટાડા સાથે 24, 400થી નીચે સરકી ગયો હતો. એવું માનવામાં આવે છે કે બજેટમાં આવનારા નિર્ણયોની સીધી અસર શેરબજાર પર પડશે. જોકે, વૈશ્વિક બજારોમાં પણ વધઘટ જોવા મળી રહી છે, જેની અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.
દેશમાં આવતીકાલે રજૂ થનારા સામાન્ય બજેટના એક દિવસ પહેલા જ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. અઠવાડિયાના પહેલાં દિવસે સોમવારે બજાર ખુલતાની સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરોવાળા સેન્સેક્સની કિંમતમાં 500 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 100થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે. નોંધનીય છે કે આવતીકાલે 23 જુલાઈ 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે.
સોમવારે સેન્સેક્સ ખુલતાની સાથે જ તેમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે જ સમયે, નિફ્ટી ઇન્ડેક્સ 100થી વધુ પોઇન્ટ લપસી ગયો હતો અને તે ખુલતાની સાથે જ 24,500 પોઇન્ટની નીચે પહોંચી ગયો હતો. સોમવારે શેરબજારની નબળી શરૂઆતે રોકાણકારોને નિરાશ કર્યા છે. આજે બીએસઈ સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 200 પોઈન્ટ ઘટીને 80,604.65ની સપાટીએ પહોંચ્યો હતો અને પછીની પાંચ મિનિટમાં તે 500 પોઈન્ટ ઘટીને 80,103.77ની સપાટીએ પહોંચ્યો હતો. NSE નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યો અને ખુલ્યા બાદ 24,445.75 પોઈન્ટ પર પહોંચ્યો. મહત્વનું છે કે, દેશનું સામાન્ય બજેટ 23 જુલાઈના રોજ રજૂ થવા જઈ રહ્યું છે, તેથી આ આખું અઠવાડિયું શેરબજાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.