2023ના અંતિમ વ્યવસાયીક દિવસે શેર બજાર તુટ્યું, BSEમાં 170 અને NSE માં 47 પોઈન્ટનું ગાબડું
નવી દિલ્હીઃ વર્ષ 2023માં સતત નવા કિર્તિમાન સ્થાપિત કરનાર ભારતીય શેર બજાર વર્ષના અંતિમ કારોબારી દિવસે ઓલ ટાઈમ હાઈથી પટકાઈને બંધ થયો હતો. મિશ્રિત વૈશ્વિક અને ઘરેલુ સંકેત વચ્ચે રોકાણકારોઓએ નફોવસુલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટ નીચા મથાળે પટકાયું હતું. શુક્રવારે સેન્સક્સ 170.12 (0.23 ટકા) પોઈન્ટ નીચે આવીને 72240.26 પોઈન્ટના સ્તર ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી પણ 47.3 (0.22 ટકા) પોઈન્ટ તુટીને 21731.40 સ્તર ઉપર બંધ રહ્યું હતું. શુક્રવારે કારોબારી સિઝન દરમિયાન નિફ્ટીમાં બીપીસીએલ અને સ્ટેટ બેંકા શેરમાં સૌથી વધારે કડાકો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા કંજ્યુમર્સ અને ટાટા મોટર્સના શેર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ થયાં હતા.
એક વર્ષમાં સેન્સક્સમાં 11399 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિફ્ટીમાં 20 ટકાની તેજી જોવા મળી છે. બીએસઈમાં સુચીબદ્ધ તમામ શેરોનું બજારમાં રોકાણ 81.6 લાખ કરોડથી વધીને 364 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. ચાર ટ્રીલિયન ડોલરના રોકાણનો આંકડો પાક કરવાની સાથે ભારત હોંગકોંગને પાછળ છોડીને દુનિયાનું સૌથા નંબરનું ઈક્વિટી બજાર બનવા માટે તૈયાર છે. ચાલુ વર્ષે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી હતી. જેથી રોકાણકારોની મિલ્કતમાં વધારો થયો છે. ખાનગી ઉપરાંત સરકારી કંપનીમાં રોકાણ કરનારાઓને પણ સારુ રિર્ટન મળ્યું છે. જેથી મોટી સંખ્યામાં લોકો સરકારી કંપનીમાં રોકાણ કરવા આકર્ષાયા છે. નવા વર્ષ 2024ના પ્રથમ દિવસે પણ ભારતીય શેર બજારમાં તેજી જોવા મળે તેવી આશા રોકાણકારો રાખી રહ્યાં છે. નવા વર્ષમાં પણ શેરબજાર નવી ઉંચાઈ હાંસલ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
(PHOTO-FILE)